GP-SMASH: ગુજરાત પોલીસની નવી પહેલ, સોશિયલ મીડિયા પર પોલીસ 24x7 ઉપલબ્ધ
X પ્લેટફોર્મ ઉપર ગણતરીના કલાકોમાં પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોવાનો ગુજરાત પોલીસનો દાવો

માર્ચથી શરૂ કરાયેલી નવતર પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં 335 ફરિયાદોમાંથી 310નો નિકાલ

માર્ચથી શરૂ કરાયેલી નવતર પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં 335 ફરિયાદોમાંથી 310નો નિકાલ
આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત અભિવ્યક્ત કરતા હોય છે. નાગરિકો પોતાની વાત સરકાર, તંત્ર કે સંબંધિત વ્યક્તિને પહોંચાડવા માટે વિવિધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રજૂઆત કરતાં હોય છે. 'X' સોશિયલ મીડિયા પર નાગરિકો દ્વારા કરાતી રજૂઆતોનું નિરાકરણ લાવવા ગુજરાત પોલીસે નવી પહેલ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર રજૂ થતી ફરિયાદો અને સૂચનોને સાંભળી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવામાં આવી રહી છે. ગુજરાત પોલીસના 'X' હેન્ડલને ટેગ કરી જણાવેલી સમસ્યાનો ઉકેલ લાવવા ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ (GP-SMASH)ની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ કાર્યરત કરવામાં આવી છે.
ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી GP-SMASH (ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો 1 માર્ચ 2025થી પ્રારંભ કર્યો છે. આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં નાગરિકોના સારા પ્રતિભાવો મળ્યા છે. ત્રણ મહિનામાં ગુજરાત પોલીસને 335 રજૂઆતો મળી હતી. ત્યારબાદ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમની પોલીસને ટેગ કરી સમયસર નિરાકરણ લાવવા સૂચના આપી હતી. 1 માર્ચથી 31 મે સુધીના ત્રણ મહિનામાં GP-SMASH ટીમે 335 નાગરિકોની રજૂઆતો સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી છે. જેમાંથી 310 ફરિયાદનો નિકાલ કરાયો હોવાનો ગુજરાત પોલીસે દાવો કર્યો છે.
GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે. જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ 24x7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલને ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે.
ત્યારબાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે.
સૂચના આપ્યા બાદ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે. રાજ્ય કક્ષાની ટીમ ઉપરાંત રેન્જના વડા અને જિલ્લા પોલીસ વડા મળી ત્રણ લેવલથી સમગ્ર બાબતનું મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે. GP-SMASH પ્રોજેક્ટના કારણે નાગરિકો પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાનો અહેસાસ કરે છે. GP-SMASH માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં. જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.