અમદાવાદના 1100 પરિવારો સાથે ગોદરેજની છેતરપિંડી?
ઘરના ઘરનું સપનું દેખાડીને ₹220 કરોડ ચાઉં કરી 1100 પરિવારોને રાતા પાણીએ રોવડાવ્યા

ગોદરેજ સેલેસ્ટે વિવાદમાં સિદ્ધિ બિલ્ડર્સે હાથ ઉંચા કર્યા, રિફંડની જવાબદારી ગોદરેજ પર ઢોળી

ગોદરેજ સેલેસ્ટે વિવાદમાં સિદ્ધિ બિલ્ડર્સે હાથ ઉંચા કર્યા, રિફંડની જવાબદારી ગોદરેજ પર ઢોળી
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીની સેલેસ્ટા સ્કીમનો વિવાદ વકર્યો છે. ઘરનાં ઘરનું સપનું દેખાડીને 1100 પરિવારો સાથે ગોદરેજ ગાર્ડન સિટીએ છેતરપિંડી આચર્યાનું બહાર આવ્યું છે. ત્રણ વર્ષ અગાઉ સેલેસ્ટા સ્કીમના નામે બુકીંગ લીધા બાદ મકાન નહી આપીને 1100 પરિવારો સાથે ઠગાઈ કરવામાં આવી છે. ગોદરેજે સિધ્ધિ ઇન્ફ્રા બિલ્ડકોન એલએલપીને કન્સ્ટ્રક્શનનું કામ આપ્યુ હતું. પરંતુ, તેમણે પણ હાથ અધ્ધર કરી દેતાં તમામ પરિવારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 1100 પરિવારોએ 21- 21 લાખ રૂપિયા ભરીને ઘર બુક કરાવ્યું હતું. ત્યારબાદ રૂપિયા 220 કરોડ ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ વચ્ચે ગોદરેજ ગાર્ડન સિટીએ મૌન સેવ્યું છે.
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીની સેલેસ્ટે સ્કીમનો વિવાદ ઘણા દિવસથી ચાલી રહ્યો છે. રવિવારે (12 ઓક્ટોબરે)શ્રી સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં રિફંડ અને પઝેશન અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવ્યું હતું. 1100 પરિવારોને ઘરનું ક્યારે પઝેશન મળશે તે અંગે ચોક્કસ તારીખ ન આપતાં ગ્રાહકો રોષે ભરાયા હતા.
છેલ્લાં ત્રણ વર્ષથી કંટાળી ગયેલા અમદાવાદના 1100 પરિવારો રૂપિયા આપ્યા હોવા છતાં ઘરના ઘર માટે વલખા મારી રહ્યા છે. ગોદરેજ ગાર્ડન સિટીની સેલેસ્ટે સ્કીમ મૂકાયાના 3 વર્ષે હજું એક ઈંટ જેટલું પણ બાંધકામ કરવામાં આવ્યું નથી. શ્રી સિદ્ધિ બિલ્ડર્સના રિપ્રેઝન્ટેટિવ ચિત્રજીત ઉપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘરનું પઝેશન તેમજ રિફંડના રૂપિયા સહિતની વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગોદરેજ ગાર્ડન ગૃપના કોઈ રિપ્રેઝન્ટેટિવ હાજર નહી રહેતાં ગ્રાહકોમાં ચિંતા પ્રસરી છે.
પ્રેસ કોન્ફરન્સમાં શ્રી સિદ્ધિ બિલ્ડર્સે સ્વીકાર કર્યો હતો કે, પ્રોજેક્ટ ડીલે થયો છે. શા કારણે પ્રોજેક્ટ ઉભો રહી ગયો તેના વિશે પૂછતાં તેઓએ વધુ સારી સુવિધા કરીને સારુ સ્ટ્રક્ચર આપવા માટે જૂનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.
જ્યારે પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવા શ્રી સિદ્ધિ બિલ્ડર્સે ખાતરી આપી હતી. પરંતુ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે અને લોકોને ઘરની ચાવી ક્યારે મળશે તેની ચોક્કસ જાણકારી કે તારીખ આપી ન હતી. રિફંડ અંગે પૂછતાં શ્રી સિદ્ધિ બિલ્ડર્સે હાથ ઉંચા કરી દીધા હતા અને રિફંડની જવાબદારી ગોદરેજની હોવાનું કહીને સમગ્ર મામલાને ડાયવર્ટ કરી દીધો હતો.
શ્રી સિદ્ધિ બિલ્ડર્સના પ્રતિનિધિએ જણાવ્યું કે, અમારી જવાબદારી કન્સ્ટ્રક્શન પૂરતી જ છે અને તે પ્રમાણે અમારી લિમિટ છે. એટલે અમે અન્ય જવાબ આપી શકીએ નહીં. કનસ્ટ્રક્શન શરુ થવાની કોઈ ચોક્કસ તારીખ હાલ અમે કહી શક્શું નહીં.
આ પ્રેસ કોન્ફરન્સને લઈ ઘર વિહોણા 1100 પરિવારોને કોઈ ઉકેલની આશા બંધાઈ હતી. પરંતુ પ્રેસ કોન્ફરન્સ બાદ પરિવારોની આશા પર પાણી ફરી વળ્યું છે. ઘરનું પઝેશન ક્યારે મળશે તેની કોઈ નક્કર જાણકારી આપી નહોતી. ગોદરેજ ગાર્ડન સિટી પ્રોજેક્ટને જ્યારે પ્રેસ કોન્ફરન્સ વિશે પૂછવામાં ત્યારે તેઓએ તે અંગે જાણ ન હોવાનું કહ્યું હતું.
ગોદરેજ ગાર્ડન સીટીની સેલેસ્તે સ્કીમમાં ઘરનું બુકીંગ કરાવનાર ભાવેશ દરજીએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યું કે, 1100 પરિવારોએ ત્રણ વર્ષ પહેલા પૈસા ભરી મકાન નોંધાવ્યા હતા. ગોદરેજની સેલ્સ ઓફિસે તપાસ કરતાં જવાબ મળ્યો નથી. ગોદરેજ ગાર્ડન સિટી પ્રોજેક્ટમાં ગ્રાહકો પાસેથી શ્રી સિદ્ધિ બિલ્ડર્સના નામે પણ પૈસા ભરાવવામાં આવ્યા હતા. ગોદરેજ ગાર્ડન સિટી પ્રોજેક્ટના રિપ્રેઝન્ટેટીવ દ્વારા બે મિટીંગ કરવામાં આવી હતી. શ્રી સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા ગ્રાહકોને અધૂરી માહિતી આપી છે.
શ્રી સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા રિફંડ આપવાની ખાતરી આપી હતી. રિફંડમાચે પહેલી અરજી ડિસેમ્બર-2024 માં કરી હતી. રિફંડની 200 અરજીઓમાંથી 17 ગ્રાહકોને રિફંડ અપાયું છે. શ્રી સિદ્ધિ અને ગોદરેજ ગાર્ડન સિટી પ્રોજેક્ટ દ્વારા અલગ અલગ મિટિંગ કરવામાં આવી હતી. ગોદરેજના રિપ્રેઝન્ટેટીવે 90 દિવસમાં ગ્રાહકોને પૈસા પરત આપવાની ખાતરી આપી હતી. પઝેશન નહીં મળે ત્યાં સુધી ગ્રાહકો એકપણ રૂપિયો આપશે નહીં. ગોદરેજ દ્વારા રિફંડ મળશે તો ગ્રાહકો રિફંડ લઈ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જશે.
શું છે સમગ્ર મામલો?
ગોદરેજ ગાર્ડન સિટીની લેટેસ્ટ રેસિડેન્શિયલ સ્કીમ 'સેલેસ્ટે' માં 1100થી વધુ પરિવારોને બુકિંગના ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થયું નથી. ગ્રાહકોનું કહેવું છે કે, ડિસેમ્બર-2022માં બુકિંગ લેવામાં આવ્યું ત્યારે ગ્રાહકોને ડિસેમ્બર-2025 સુધીમાં મકાનનું પઝેશન આપી દેવાની ખાતરી આપી હતી. બાનાખત કરવામાં આવ્યું ત્યારે પઝેશનની તારીખ બદલીને 10 માર્ચ, 2027 કરવામાં આવી હતી. જેની જાણ મકાન ખરીદનાર લોકોને કરવામાં આવી નહોતી. ગ્રાહકો પાસેથી લેવામાં આવેલી રકમ ગોદરેજ અને શ્રી સિધ્ધી ગૃપના ખાતામાં જમા કરવામાં આવી હતી. ગોદરેજ દ્વારા શ્રી સિધ્ધી ગૃપને તેમના સબ-કોન્ટ્રાક્ટર ગણાવવામાં આવ્યા હતા. કેટલાક મકાનધારકોએ RERA માં ફરિયાદ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!