ધારુકા કોલેજમાં યુવતીનું સ્ટેજ પર હાર્ટ અટેકથી મોત
કાપોદ્રાની ધારુકા કોલેજમાં સ્પીચ આપતી 24 વર્ષીય જીલ ઠક્કરનું હૃદય બંધ થતાં નિધન

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ અટેક

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ અટેક
ગુજરાતમાં યુવાનોના સ્વાસ્થ્ય અંગે ચિંતા: સુરતની કોલેજમાં કરુણ ઘટના
ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલા (હાર્ટ એટેક) ના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક ગમગીન ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકા કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન 24 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકના કારણે દુઃખદ મૃત્યુ થયું છે.
મૃતક યુવતીની ઓળખ જીલ ઠક્કર તરીકે થઈ છે. કોલેજના કાર્યક્રમમાં જીલ સ્ટેજ પર સ્પીચ આપી રહી હતી. સ્પીચ આપતી વખતે જ તેને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તે બેભાન થઈને નીચે પટકાઈ હતી. આ ઘટનાથી ત્યાં હાજર તમામ લોકો ચિંતિત બની ગયા હતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ત્યાં હાજર લોકોએ તાત્કાલિક જીલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. તબીબોના જણાવ્યા મુજબ, હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર દુઃખદ ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકના વધતા બનાવો સ્વાસ્થ્ય નિષ્ણાતો અને સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?