ગુજરાત ઉપર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં આનંદ
અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 17 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે આગામી 48 કલાકમાં ગુજરાત તરફ આગળ વધશે. મોન્સૂન ટ્રફનો છેડો નીચે આવીને રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો સુધી પહોંચશે. જ્યારે વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો છે. અરવલ્લીના મેઘરજ અને બનાસકાંઠાના અંબાજી, દાંતા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે. ખાંભા, બગસરા, સાવરકુંડલા, ધારી, ગઢિયા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. આ વરસાદથી કપાસ, સોયાબીન અને મગફળીના પાકને ફાયદો થશે.
દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લામાં પણ વરસાદ થયો છે. સુરતના પીપલોદ, અડાજણ, રાંદેર, ડુમસ, પાંડેસરા, વેસુ અને કતારગામ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરાના શિનોર, કરજણ, અવાખલ, પુનિયાદ અને કંજેઠામાં પણ વરસાદ પડ્યો છે.
અમરેલી, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં વરસાદના કારણે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા વરસાદ બાદ લાંબા વિરામના કારણે પાક સુકાઈ જવાનો ભય હતો. પરંતુ સમયસર વરસાદથી પાકને નવજીવન મળ્યું છે. આ વરસાદ કપાસ, સોયાબીન અને મગફળીના પાક માટે અત્યંત જરૂરી હતો.
અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદમાં શુક્રવારે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત શહેરીજનોને રાહત થઈ છે. અચાનક શરૂ થયેલાં વરસાદના કારણે ઓફિસથી ઘરે જઈ રહેલા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પકવાન ચાર રસ્તા, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.