મહેસાણા શહેરના ફ્લાય ઓવરબ્રિજને ટૂંક સમયમાં મંજૂરી મળવાની શક્યતા
તાજેતરમાં રેલવેના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરીઃ ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરી મંજૂરી આપશે

Fly overbridge of Mehsana city likely to get approval soon

Fly overbridge of Mehsana city likely to get approval soon
મહેસાણા શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરૂદ્વારા સુધી ઓવરબ્રિજ બનાવવા સાંસદ હરીભાઈ પટેલે મંગળવારે લોકસભામાં રજૂઆત કરી હતી.
મુંબઈ-દિલ્હી રેલવે કોરીડોરના કારણે અગાઉ કરાયેલી પ્રપોઝલમાં ટેકનિકલ સમસ્યાના કારણે નવેસરથી પ્રપોઝલ તૈયાર કરાઈ છે. તાજેતરમાં રેલવેના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરીને નવી પ્રપોઝલ ઉપર સમીક્ષા શરૂ કરી હોવાથી ટૂંક સમયમાં મંજૂરી મળે તેવો આશાવાદ જિલ્લાના અગ્રણીઓએ વ્યક્ત કર્યો છે.
મહેસાણા શહેર વચ્ચેથી મુંબઈ-દિલ્હી રેલવે લાઈન પસાર થાય છે. તેના કારણે શહેર બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. મહેસાણા-1 અને 2માં અવર જવર કરવા ગોપીનાળું અને ભમ્મરીયુ નાળુ બનાવાયુ છે.
ભારે વરસાદમાં બંને નાળામાં વરસાદી પાણી ભરાઈ જતાં એક ભાગમાંથી બીજા ભાગમાં જવા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
મહેસાણા લોકસભાના સાંસદ હરીભાઈ પટેલે મંગળવારે લોકસભામાં ઝીરો અવર્સ દરમિયાન ફ્લાય ઓવરબ્રિજનો ઉદ્દો ઉઠાવી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ મૂક્યો હતો. ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતાં બંને અંડરપાસમાંથી અવરજવર બંધ થઈ જાય છે.
તેના કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીક વખત દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં હાલાકી પડે છે. તેથી પોલીસ હેડ ક્વાર્ટર્સથી ગુરૂદ્વારા સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવા હરીભાઈ પટેલે લોકસભામાં માંગ કરી હતી.
વર્ષ 2006માં ફ્લાય ઓવરબ્રિજનો પ્રોજેક્ટ બનાવ્યો હતો
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર વર્ષ 2006માં નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે ફ્લાય ઓવરબ્રિજનો પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો હતો.
જે તે સમયે નગરપાલિકાની સાધારણ સભામાં પ્રોજેક્ટ મૂકી કન્સલટન્ટ નિમવા મંજૂરી લેવાઈ હતી. ત્યારબાદ પ્રોજેક્ટની રાજ્ય સરકાર પાસેથીની સૈદ્ધાંતિક મંજૂરી મેળવવામાં આવી હતી. રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ રેલવે મંત્રાલયમાં પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો.
રેલવે મંત્રાલયમાં પ્રોજેક્ટ મૂક્યા બાદ મુંબઈ-દિલ્હી રેલવે કોરીડોર પ્રોજેક્ટ આવતાં જૂના પ્રોજેક્ટનું એલાઈમેન્ટ બદલવાની ફરજ પડી હતી. તેના કારણે ફ્લાય ઓવરબ્રિજની મંજૂરી અટવાઈ હતી.
તાજેતરમાં જિલ્લાના અગ્રણીઓની રજૂઆત સંદર્ભે રેલવેના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરીને પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેથી ટૂંક સમયમાં ઓવરબ્રિજને મંજૂરી મળે તેવી શક્યતા છે.
ઓવરબ્રિજ બનતાં ઘણી સમસ્યાથી મુક્તિ મળશેઃ ધારાસભ્ય
મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યુ કે, રેલવેની વણવપરાયેલી વેસ્ટ લેન્ડ(જમીન) હોવાથી પાલિકા અથવા સરકારને એક ઈંચ જમીનનું સંપાદન કર્યા વગર પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે તેમ છે.
ફ્લાય ઓવરબ્રિજ બનવાથી પોલીસ હેડ ક્વાર્ટર, જિલ્લા પંચાયત, બસ સ્ટેન્ડ, બહુમાળી ભવન, તાલુકા પંચાયત, જિલ્લા કોર્ટ, સિવિલ હોસ્પિટલ સહિતની કચેરીના અરજદારોના વાહનો ફ્લાય ઓવરબ્રિજ પર ડાયવર્ટ થઈ જશે.
જેના કારણે ગોપીનાળા અને ભમ્મરીયા નાળાની ટ્રાફિક જામ સહિતની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે. રેલવેના અધિકારીઓએ મુલાકાત કરી હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેથી ટૂંક સમયમાં મંજૂરી મળી જશે.
નવેસરથી પ્રપોઝલ બનાવી રેલવેને મોકલવામાં આવી
મહેસાણા નગરપાલિકાના ઈજનેર જતીન પટેલે જણાવ્યુ કે, વર્ષ 2019માં રાજ્ય સરકારે ઓવરબ્રિજના પ્રોજેક્ટ માટે ‘અ’ વર્ગની નગરપાલિકાઓ પાસેથી દરખાસ્ત મંગાવી હતી.
તેના અંતર્ગત મહેસાણા નગરપાલિકાએ પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરૂદ્વારા સુધીના ફ્લાય ઓવરબ્રિજના પ્રોજેક્ટની દરખાસ્ત મોકલાવી હતી. દરખાસ્ત મોકલાવ્યા બાદ મુંબઈ-દિલ્હી રેલવે કોરીડોરના કારણે રેલવેની જમીનમાં થનાર કામગીરીનું એલાઈમેન્ટ બદલવું પડે તેમ હતુ.
તેથી જૂનો પ્રોજેક્ટ કેન્સલ કરીને નવેસરથી પ્રપોઝલ તૈયાર કરવા કહેવાયુ છે. રેલવેના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી નવા એલાઈમેન્ટની સમીક્ષા કરી છે. તેથી નવી દરખાસ્તને મંજૂરી મળી જાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત