માવઠાનો કહેર બાદ ખેડૂતોએ સરવેનો કર્યો બહિષ્કાર
સરવે સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, અમરેલી-ભાવનગરમાં 'લીલો દુષ્કાળ' જાહેર કરવાની માંગ

ખેડૂતોએ સરકારની નીતિનો કર્યો વિરોધ

ખેડૂતોએ સરકારની નીતિનો કર્યો વિરોધ
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાયા બાદ, હવે ચોમાસાની વિદાય પછી પણ માવઠાનો કહેર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક લણણી પહેલા જ માવઠાને કારણે નષ્ટ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો રડી પડ્યા છે.
સ્થિતિની ગંભીરતા જોતાં સરકારે પાક નુકસાનીનો સર્વે શરૂ કર્યો છે, પરંતુ તેની પદ્ધતિ અને ધીમી ગતિ સામે રાજ્યના અનેક ઠેકાણે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં રોષ: 3000 હેક્ટર મગફળી ધોવાઈઅમરેલી જિલ્લામાં મગફળીના પાકને સૌથી મોટું નુકસાન થયું છે.
સાવરકુંડલા: અહીં આશરે ત્રણ હજાર હેક્ટરમાં થયેલો મગફળીનો પાક માવઠાને કારણે ધોવાઈ ગયો છે. પાક નુકસાનીનો સર્વે કરવા આવેલી ટીમને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડ્યું હતું, જે દર્શાવે છે કે સર્વેની કામગીરીથી ખેડૂતોમાં ભારે નારાજગી છે.
બગસરા: આ પંથકમાં જ ખેડૂતોએ ૧૨,૬૭૬ હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, જે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. કપાસ અને ડુંગળીના પાકને પણ મોટું નુકસાન થયું છે.
ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂતોએ સરકારી કામગીરી સામે મોરચો માંડ્યો છે. ૫૩ ગામના સરપંચોએ એકજૂથ થઈને ડિજિટલ સર્વેનો સખત વિરોધ કર્યો છે.
સરપંચોએ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક 'લીલો દુષ્કાળ' જાહેર કરવા અને ખેડૂતોને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે. ખેડૂતોએ સર્વેની કામગીરીનો બહિષ્કાર પણ કર્યો છે. તેવી જ રીતે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના સામોર ગામે ખેતીને ૮૫ ટકા નુકસાન થતાં ખેડૂતોએ સંપૂર્ણ નુકસાનીની સહાયની માંગ સાથે રજૂઆત કરી છે.
ડાંગર બગડી, કોળિયો છીનવાયોદક્ષિણ ગુજરાત અને અમદાવાદના ગ્રામ્ય પંથકમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે.
સુરત અને સાણંદ (અમદાવાદ): ખેતરમાંથી તૈયાર કરીને સુકવવા માટે રોડ પર પાથરેલી ડાંગર વરસાદમાં પલળી ગઈ છે. ડાંગરમાં નવા અંકુર ફૂટી જતાં તેને ફેંકી દેવાનો વારો આવ્યો છે.
સાણંદના સાકોડ ગામમાં ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જતાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે.
હવે ખેડૂતો સરકારના સર્વે અને સહાયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જોકે સર્વેની ધીમી ગતિ અને પદ્ધતિએ ખેડૂતોની ધીરજ ખૂટાડી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!