EDના અમદાવાદ, સુરત અને મુંબઈમાં દરોડા, રૂપિયા 100 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
EDએ રૂપિયા 100 કરોડથી વધુના સાયબર ફ્રોડ મામલે PMLA હેઠળ અમદાવાદ, સુરત અને મુંબઈમાં દરોડા પાડ્યા, બનાવટી KYC, હવાલા અને ક્રિપ્ટોમાં ટ્રાન્સફરથી રૂપિયા ...

EDના દરોડા

EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક મોટું ઓપરેશન ચલાવી રૂપિયા 100 કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDની અમદાવાદ ઝોનલ ઓફિસે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરી છે. દરોડાની કામગીરી આજે વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી અને તેમાં અમદાવાદ, સુરત અને મુંબઈના વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે.
આ મામલે ગુજરાત પોલીસે મકબુsલ ડૉક્ટર, કાશિફ ડૉક્ટર, બસમ ડૉક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરુદ્ધ PMLA હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપ છે કે, આ લોકો USDT ટ્રેડિંગ અને ડિજિટલ અરેસ્ટ જેવી પદ્ધતિઓથી લોકો સાથે મોટાપાયે છેતરપિંડી કરી રહી હતી. તેઓએ કાયદા અમલીકરણ એજન્સીઓના બનાવટી નોટિસના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતાં.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ડમી KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક બેંક ખાતાઓ ખોલાવ્યાં હતાં. લોકો પાસેથી છેતરપિંડીથી મેળવેલી રકમોને આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. ત્યારબાદ હવાલા અને આંગડિયા માર્ગે તે રકમને ક્રિપ્ટો કરન્સી દ્વારા વિદેશ મોકલવામાં આવતી હતી. EDને આશંકા છે કે આ રીતે આશરે રૂ. 100 કરોડથી વધુનું ફંડ વિદેશ મોકલવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?