6.70 કરોડના હીરાની છેતરપિંડી કેસમાં સુરત અને દિલ્હીના હીરા દલાલો ઝડપાયા
સુરત અને ભાવનગરના હીરાના વેપારીઓ પાસેથી રવિ ચોગઠે 6.70 કરોડના હીરા બતાવવાના બહાને લઈ જઈ 50%ના દરે બિલ વિના વેચી દેતાં ધરપકડ થઈ.

સુરત આરોપી

સુરત આરોપી
સુરત અને ભાવનગરના હીરાના લગભગ 19 વેપારીઓ પાસેથી રૂપિયા 6.70 કરોડના નેચરલ ડાયમંડ્સ લઈ જઈને ફ્રોડ કરનાર રવિ ચોગઠ નામના હીરા દલાલની ધરપકડ બાદ થયેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રવિ ચોગઠે દિલ્હી અને સુરતના સ્થાનિક દલાલોને આ કિંમતી હીરા બિલ વિના 50%ના સસ્તા ભાવે વેચી નાખ્યા હતા. આરોપીએ આ ડાયમંડ્સ મુસાફરી દરમિયાન "બતાવવાના બહાને" લઈ ગયા હતા અને ફરી પરત ન કરીને વેચી રોકડી મેળવી લીધી હતી.
પોલીસે શરુઆતમાં રવિ ચોગઠની ધરપકડ કરી હતી, ત્યારબાદ ધરપકડના આધારે આ ઘોટાળામાં સંડોવાયેલા સુરતના અક્ષય જાસોલિયા અને દિલ્હીના ધનરાજ રાઠોડની ધરપકડ પણ કરી છે. બન્ને આરોપીઓએ હીરા ખરીદતી વખતે બિલ પણ નહોતું લીધું અને 50 ટકાના ભાવમાં નેચરલ ડાયમંડ્સ ખરીદીને ગુનો આચર્યો હતો.
ફરિયાદથી મળેલી માહિતીના આધારે, સુરત ઈકો સેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અક્ષય જાસોલિયાએ 4 કરોડના હીરા અને ધનરાજ રાઠોડે રૂપિયા 2.75 લાખના હીરા ખરીદ્યા હતા. બન્ને દલાલોએ હીરાની ખરીદી બિલ વિના કરી હતી અને પોલીસે બંનેને હવે રિમાન્ડ પર લઈ આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આ આરોપીઓએ હીરા પછી ક્યાં અને કોને વેચ્યા હતા તથા બીજી કેટલી આવી ફ્રોડ ડીલ્સ કરી છે તેની પણ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.