ખાતરના ઢગલા વચ્ચે FCI ઘઉં ઉતારવાની કામગીરી અટકી
રેલવે સ્ટેશનના પર ખાતરનો જથ્થો ઉતારેલો હોવાથી FCI દ્વારા ઘઉં ઉતારવાની કામગીરી અટકી

ઘઉં ઉતારવાની કામગીરી

ઘઉં ઉતારવાની કામગીરી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય રેલવે મથક ડીસા રેલવે સ્ટેશન પર હાલમાં એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે FCI દ્વારા ઘઉં ઉતારવાની મહત્ત્વપૂર્ણ કામગીરી અટકાવી દેવામાં આવી છે. આ વિવાદનું મૂળ કારણ એ છે કે, રેલવે પ્લેટફોર્મ પર પહેલેથી જ મોટી માત્રામાં ખાતરનો જથ્થો ઉતારેલો પડ્યો છે, જેને હટાવવામાં આવ્યો નથી. આ જથ્થાને કારણે ઘઉં ઉતારવામાં મોટો અવરોધ અને જોખમ ઊભું થયું છે.
ઘઉં ઉતારવાની કામગીરી શરૂ
FCIના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનું કહેવું છે કે, જ્યારે ટ્રેનમાંથી ઘઉં ઉતારવામાં આવે છે, ત્યારે પ્રક્રિયા દરમિયાન અંદાજે 8થી 10 ટન માલ નીચે ઢોળાય છે. જો ખાતરના ઢગલાની બાજુમાં કે ઉપર આ ઘઉં ઢોળાય તો, ઘઉં અને ખાતર મિક્સ થવાની સંભાવના છે, જે સીધી રીતે ફૂડ પોઈઝનિંગ અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ ગંભીર ભીતિને ધ્યાનમાં રાખીને, FCIના અધિકારીઓએ સ્પષ્ટપણે ઘઉં ઉતારવાની કામગીરી શરૂ કરવાની ના પાડી દીધી છે.
રેલવે દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી
FCI કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ આ સમગ્ર મામલે રેલવે તંત્ર સમક્ષ લેખિત રજૂઆત પણ કરી છે કે, જ્યાં સુધી પ્લેટફોર્મ પરથી ખાતરનો આ જથ્થો સંપૂર્ણપણે હટાવવામાં ન આવે, ત્યાં સુધી ઘઉં ઉતારવાનું કામ શરૂ કરી શકાય નહિ. જોકે, લેખિત રજૂઆત કરવા છતાં રેલવે દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ઘઉંના જથ્થાવાળી માલગાડીઓ સ્ટેશન પર ઊભી છે અને સરકારી અનાજનો જથ્થો અટવાયો છે. FCIના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની એક જ માંગ છે કે, પહેલા પ્લેટફોર્મને સ્વચ્છ કરવામાં આવે અને ત્યારબાદ જ ઘઉં ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?