વડોદરામાં BLO સહાયકનું ફરજ દરમિયાન મોત
SIR કામગીરી દરમિયાન BLO સહાયક તરીકે ફરજ બજાવતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું મૃત્યુ

BLO સહાયકનું મોત

BLO સહાયકનું મોત
Update: 22-11-205 4:20 (IST)
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ નિવેદન આપ્યું છે કે, સિનિયર ક્લાર્ક તરીકે ગોરવા મહિલા ITI ખાતે ફરજ બજાવતા ઉષાબેન સોલંકીને અગાઉથી હૃદય રોગની બીમારી હતી. તેઓ SIRની કામગીરીમાં BLO સહાયક તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ તેમણે ફરજ મુક્તિ માટે કોઈ અરજી કરી ન હતી. કલેક્ટરના જણાવ્યા અનુસાર, ઉષાબેનને તેમની ડ્યુટી ઉપરાંતના સમય કરતાં વધુ સમય કામ કરાવવામાં આવતું ન હતું, અને કર્મચારીઓને તણાવ ન પડે તે માટે સહાયકો, વોલન્ટિયર અને NGO ની મદદ પણ લેવામાં આવી હતી.
----------
વડોદરા શહેરની પ્રતિષ્ઠિત પ્રતાપ સ્કૂલ ખાતે BLO સહાયક તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક મહિલાનું નામ ઉષાબેન સોલંકી છે, જેઓ ગોરવા મહિલા ITI ખાતે નોકરી કરતા હતા અને તેમને હાલમાં ચાલી રહેલી SIR કામગીરી અંતર્ગત સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી, જ્યાંથી તેમને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, જેના પગલે પરિવારજનોમાં અને કર્મચારી વર્ગમાં શોકમગ્ન વાતાવરણ સર્જાયું હતું.
સારવાર દરમિયાન જ મોત નીપજ્યું
મળતી માહિતી મુજબ, સયાજીગંજમાં આવેલ પ્રતાપ વિદ્યાલય ખાતે મતદાર યાદી માટે ફોર્મ ચેકિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે BLO સહાયક તરીકે ફરજ બજાવતા ઉષાબેન સોલંકી અચાનક બેભાન થઈ નીચે ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે અન્ય કર્મચારીઓમાં અફરા-તફરી મચી ગઈ હતી. સહકર્મચારીઓએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો, છતાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા તેમને પ્રથમ રિક્ષામાં બેસાડી નજીકના સ્થળે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. તબીબોએ ઉષાબેનની તાત્કાલિક સારવાર શરૂ કરી, પરંતુ તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહિ અને સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં વધુ એક BLO એ કરી આત્મહત્યા
નિઃસંવેદનશીલતા સામે છવાયો જનઆક્રોશ
SIR અને ચૂંટણી કામગીરીના અસહ્ય ભારણને કારણે રાજ્યમાં શિક્ષકો અને કર્મચારીઓના મૃત્યુના બનાવો વધતા જઈ રહ્યા છે. ઉષાબેન સોલંકીનું દુખદ અવસાન પણ આ જ વર્કલોડનું પરિણામ હોવાનું કર્મચારી વર્ગ માની રહ્યો છે અને સરકારની નિઃસંવેદનશીલતા સામે જનઆક્રોશ છવાયો છે. તાજેતરમાં અન્ય ચિંતાજનક બનાવો પણ સામે આવ્યા છે.
વાલોડમાં કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત
તાપી જિલ્લાના વાલોડમાં BLO સહાયક કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું, ગીર-સોમનાથના કોડીનાર ખાતે ચૂંટણીલક્ષી કામગીરીના દબાણને કારણે એક શિક્ષકે આપઘાત કર્યો અને કપડવંજમાં BLO ફરજ દરમિયાન જ શિક્ષક રમેશ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું.
કૉંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો
આ ઘટનાઓને સરકારની નિષ્ફળ નીતિઓ અને શિક્ષકો પ્રત્યેની અસંવેદનશીલતાનું જીવંત પુરાવું ગણાવતા કૉંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. કૉંગ્રેસે રાજ્યવ્યાપી SIR અને ચૂંટણીલક્ષી કામગીરીમાં થયેલા શિક્ષકોના મૃત્યુની ઉચ્ચસ્તરીય તપાસની અને પરિવારને યોગ્ય વળતરની તાત્કાલિક જાહેરાત કરવાની કડક માંગ કરી છે. કર્મચારી વર્ગનું કહેવું છે કે, સરકારે SIR કામગીરી દરમિયાન પૂરતી સુવિધાઓ, આરોગ્યની કાળજી અને માનવીય કામકાજનો અભિગમ અપનાવવાની તાત્કાલિક જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?