ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું
સરકારી કર્મચારીઓને ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવા વર્ષની શરુઆત પહેલા જ ભેટ સ્વરુપે મોંધવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું

મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું
સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધ્યું નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર કર્યો જાહેર સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાત ટકા વધ્યું
વર્ષ 2025ની શરૂઆત થાય તે પહેલા ગુજરાત સરકારે (state government)સરકારી કર્મચારીઓને મોટી ભેટ (Government Employees)આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ કર્મચારીઓના પાંચ મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતનો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આ મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (Salary revision) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં 1 જુલાઈ 2024થી વધારો કરવાનું નક્કી કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!