ડાંગના રામ-શબરી મિલન સ્થળ ‘શબરી ધામ’નો 10 કરોડના ખર્ચે વિકાસ કરાયો
પ્રવાસીઓની સુવિધા માટે ભોજન શાળા, સ્પેશિયલ રૂમ, વેઈટિંગ એરિયા સાથે યાત્રી નિવાસનું નિર્માણ કરાયુ

Dang's Ram-Shabari meeting place 'Shabari Dham' was developed at a cost of 10 crores

Dang's Ram-Shabari meeting place 'Shabari Dham' was developed at a cost of 10 crores
રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ વર્ષાઋતુમાં સાપુતારાની મુલાકાતે આવી રહ્યા છે.
રાજ્ય સરકારે દેશ-વિદેશના પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા 29 જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ-2024નું આયોજન કર્યું છે. એક મહિના સુધી ચાલનારા મેઘ મલ્હાર પર્વનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે.
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સાપુતારાની આસપાસ આવેલા આસ્થાના સ્થળો પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
સાપુતારા ગિરિમથકના પ્રવાસે આવતા પ્રવાસીઓ શબરી ધામની મુલાકાત લે છે. આ સ્થળનો ભગવાન શ્રીરામ સાથે સંબંધ છે. આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી.
જેનો રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ સાંભળવા મળે છે. ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર ભવ્ય મંદિરમાં રામાયણ સાથે સંકળાયેલી રામ-શબરી મિલનના પ્રસંગની તસવીરો અને મૂર્તિઓ છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે શબરી ધામનો રૂપિયા 10 કરોડના ખર્ચે વિકાસ કાર્યો શરૂ કર્યા છે. પ્રથમ તબક્કામાં 4.89 કરોડના ખર્ચે યાત્રી નિવાસમાં પ્રવાસીઓ માટે ભોજન શાળા, ડાઇનિંગ, 5 એકઝીકયુટીવ રૂમ, 3 સ્પેશિયલ રૂમ, વેઈટિંગ એરિયા, 11 બેડ ધરાવતી પુરૂષ ડોરમેટરી અને 11 બેડ ધરાવતી સ્ત્રી ડોરમેટરી, 2 લિવિંગ રૂમ અને કિચન એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
બીજા તબક્કામાં 5.74 કરોડના ખર્ચે યાત્રિકો માટે 16 જેટલી સુવિધાઓ શરૂ કરવામાં આવનાર છે.
જેમાં પાર્કિંગ, હનુમાનજી મંદિર રીનોવેશન, પેવર બ્લોક, રીટેનિંગ વૉલ, સભા મંડપ શેડ, કેન્ટીન, રેમ્પની કામગીરી, પાણીની ટાંકી, ગાર્ડનીંગ એન્ડ લેન્ડ સ્કૅપિંગ, પગથિયાનું રીનોવેશન, સાઈનેઝીસ, સોલાર લાઈટ પોલ, સોલાર સીસ્ટમ તથા ઇલેક્ટ્રિફિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત