દીવ-દમણમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ?
દમણ અને દીવમાં, જ્યાં દારૂ સરળતાથી મળે છે, ત્યાં હાલમાં દારૂના વેચાણ પ્રતિબંધ મૂકાયો

દારૂ વેચાણ

દારૂ વેચાણ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં, જ્યાં દારૂ સરળતાથી મળે છે, ત્યાં હાલમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનું મુખ્ય કારણ આગામી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓ છે. ચૂંટણીના શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલને જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતિબંધ 6 નવેમ્બરના સવારે 9 વાગ્યા સુધી
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક દ્વારા જાહેર જનતાના હિતમાં આ જાહેરાત કરવામાં આવી છે. આદેશ મુજબ, દારૂના વેચાણ પરનો પ્રતિબંધ ગઈકાલે, એટલે કે 3 નવેમ્બર 2025ના રોજ સાંજે 6 વાગ્યાથી અમલમાં મુકાયો છે. આ પ્રતિબંધ આવતીકાલ અને પરમ દિવસ સુધી, એટલે કે 6 નવેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યા સુધી જારી રહેશે. આ સમયગાળા દરમિયાન, દાદરા નગર હવેલી, દમણ અને દીવના ત્રણેય વિસ્તારોમાં દારૂ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રેવ પાર્ટી પર રેડ, 13 NRI સહિત 15 નશામાં ઝડપાયા
કોને લાગુ પડશે આ નિયમ?
વહીવટીતંત્રનો આ આદેશ માત્ર રિટેલ દુકાનો પૂરતો સીમિત નથી. દારૂ ઉત્પાદક સંસ્થાઓ, ડિસ્ટિલરી, બ્રુઅરીઝ, રિટેલ દુકાનો, બાર, રેસ્ટોરન્ટ અને હોટેલો આ તમામને આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે. પ્રતિબંધના સમયગાળા દરમિયાન, કોઈ પણ પ્રકારની દારૂની ખરીદી, વેચાણ અથવા બાર, રેસ્ટોરન્ટ કે હોટલમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવશે નહિ. આ પ્રતિબંધનો ઉદ્દેશ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ, અશાંતિ અથવા મતદારોને પ્રભાવિત થતા અટકાવવાનો છે, જેથી ચૂંટણીઓ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
ચૂંટણીની તારીખો અને કાયદાકીય આધાર
આ પ્રતિબંધ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યો છે, જે આવતીકાલે, 5 નવેમ્બર 2025ના રોજ યોજાવાની છે. મતગણતરી 8 નવેમ્બર 2025ના રોજ શનિવારે થશે. પ્રશાસકને દાદરા નગર હવેલી અને દમણ દીવ એક્સાઈઝ ડ્યુટી નિયમો 2020ના નિયમ હેઠળ મળેલી સત્તાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે તમામ સંસ્થાઓને આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપી છે. તેથી, જો તમે આ દિવસોમાં દમણ-દીવની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો ધ્યાનમાં રાખો કે ત્યાં તમને દારૂ નહિ મળે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં મચ્છરોનો આતંક! સોલા સિવિલના આંકડા જાણીને ચોંકી જશો! એક જ અઠવાડિયામાં 14,372 દર્દીઓની નોંધણી!

ગાંધીનગરથી આહવા જઈ રહેલી કાર રસ્તાની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી! નાયબ મામલતદાર સહિત 2નાં ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં ‘પરંપરા’ નવરાત્રિને લઈને મોટો નિર્ણય… હવે ડોમના બદલે ખુલ્લા મેદાનમાં રમાશે ગરબા!