આણંદની એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ ભરતીનો વિવાદ વકર્યો
પરીક્ષા લીધા બાદ પૂર્વ મંજૂરીના બહાને ભરતી રદ કરાતાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઉઠાવ્યા સવાલ

ઉમેદવારોએ રજૂઆત કરતાં શિક્ષણ વિભાગ અને કોલેજ મેનેજમેન્ટનું એકબીજા ઉપર દોષારોપણ

ઉમેદવારોએ રજૂઆત કરતાં શિક્ષણ વિભાગ અને કોલેજ મેનેજમેન્ટનું એકબીજા ઉપર દોષારોપણ
આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં ભરતીનો વિવાદ વકર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉમેદવારો સાથે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ કરીને સંસ્થા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ફેબ્રુઆરી-2025માં લેબ આસિસ્ટન્ટની શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયા અગમ્ય કારણોસર રદ કરી દેવામાં આવી છે. પૈસાની લેતીદેતીના વહીવટમાં લોચા પડ્યા હોવાથી સમગ્ર ભરતી રદ કરવામાં આવી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યો છે.
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે. 8 ફેબ્રુઆરી 2024ના રોજ લેબ આસિસ્ટન્ટની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 29 સપ્ટેમ્બર 2024ના રોજ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા આપી હતી. 3 ઓક્ટોબર 2024ના રોજ CPT પરીક્ષા લેવામાં આવી હતી. એક દિવસ બાદ મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી. મેરિટમાં આવેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરવામાં આવી હતી. પ્રમાણપત્રોની ચકાસણી બાદ 15 દિવસમાં નિમણૂક આપવાની હતી.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર સાત મહિના સુધી નિમણૂંપત્રના બદલે માત્ર વાયદાઓ જ મળ્યા છે. થોડા દિવસ પહેલા કોલેજના મેનેજમેન્ટે જણાવ્યું કે ભરતી માટે પૂર્વ મંજૂરી મળી નથી અને પરીક્ષા રદ કરવામાં આવે છે. મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી NOC એક વર્ષ પહેલા મળી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન અન્ય કોલેજોમાં સમાન નિયમો હેઠળ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકો આપવામાં આવી છે. પરંતુ, પસંદગીના ઉમેદવારો ન આવતા તરકટ રચવામાં આવ્યું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહે ઉમેર્યુ કે, અઠવાડિયામાં નિમણૂકપત્ર મળશે તેવા વાયદા કરવામાં આવ્યા હતા. પરંતુ આ વાયદો માધવપુરના મેળાથી વડનગરની બોર્ડ મીટિંગ સુધી લંબાતો રહ્યો છે. યુવરાજસિંહે આ ઘટનાને ન્યૂ ગુજરાત મોડલની નિષ્ફળતા ગણાવી છે. ઘણા સમય બાદ એક લીટીમાં વેબસાઈટ ઉપર ભરતી રદ કરવામાં આવી હોવાનો મેસેજ નાખવામાં આવ્યો છે. પૂર્વ મંજૂરી મળેલી ન હોવાના બહાના હેઠળ ભરતી રદ કરવાનું કારણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી ભરતીના નામે શું સર્કસ ચાલી રહ્યું હતું? હવે શિક્ષણ વિભાગ અને કોલેજ સત્તાધીશો એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે. હવે 210 માર્કસની પ્રિલિમ પરીક્ષા લેવાની તેમજ સિલેબસ બદલવાના બહાના હેઠળ ભરતી રદ કરવાનું કારણ પણ આપવામાં આવી રહ્યું છે. જો કે. વહીવટ કરીને ભરતી કરવાની હોવાથી પૈસાની લેતી દેતીના વહીવટમાં લોચા પડતાં ભરતી રદ કરી દેવામાં આવી હોવાનો યુવરાજસિંહે ગંભીર આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહના મતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાલુ ભરતી પ્રક્રિયામાં નિયમ બદલી ન શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.