ગુજરાતમાં હત્યા અને આપઘાતની ઘટનાઓ વધતાં ચિંતા
વડોદરામાં પત્નીની હત્યા ,સુરતમાં ધોળે દિવસે યુવકની હત્યા,હળવદમાં વેપારીનો આપઘાત

ગુજરાતમાં હત્યા અને આપઘાત

ગુજરાતમાં હત્યા અને આપઘાત
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા: સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં ગંભીર ગુનાઓની હારમાળા
ગુજરાતના મુખ્ય શહેરો અને વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં હત્યા અને આપઘાત જેવી ગંભીર ઘટનાઓ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચામાં આવી છે.
1. વડોદરા: બાળકીને માર મારવાના ઝઘડામાં પત્નીની હત્યા
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. છ મહિનાની બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. તાંદલજાના મહાબલીપુરમ વિસ્તારમાં રહેતા કાસીમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરજુ વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ હતી.
પોલીસને આપેલી કબૂલાત મુજબ, પત્ની મિસબાએ બાળકીને માર મારવાનું ચાલુ રાખ્યું અને સાથે જ પતિને મહેણું મારતા કહ્યું કે 'તમે કોઈ કામ કરતા નથી, પૈસા કમાવાની ઓકાત નથી અને મને સલાહ આપો છો.' આ સાંભળી કાસીમે ગુસ્સો ગુમાવ્યો અને પત્ની મિસબાનું ગળું દબાવી હત્યા કરી દીધી. જેપી રોડ પોલીસે આરોપી પતિ કાસીમ શેખની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2. સુરત: લિંબાયતમાં યુવકની ધોળે દિવસે હત્યા :
સુરતના લિંબાયત વિસ્તારમાં સંજયનગર ખાતે ધોળે દિવસે હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુદામ પાટીલ નામના યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સુદામ પાટીલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો હતો. પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
3. હળવદ: વેપારીએ ત્રાસથી ઝેરી દવા પી કરી આત્મહત્યા :
મોરબી જિલ્લાના હળવદમાં એક વેપારીએ ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. નવનીતભાઈ રુગનાથભાઈ આડ્રોજા નામના વેપારીએ પોતાની કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વેપારીએ કેટલાક બેંક કર્મચારીઓ અને અન્ય એક વેપારીના ત્રાસથી આ પગલું ભર્યું હતું. પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડીને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને ત્રાસ આપનાર આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.
આત્મહત્યા અને હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. ભાવનગર રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં લોકોને જીવનકાળની સમસ્યાઓના કારણે પોતાનું જીવન ટુકાવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?