અરવલ્લીમાં ભાવફેરના વિરોધમાં પશુપાલકોએ દૂધ ઢોળ્યું
74 આગેવાનો સહિત 1000 પશુપાલકો સામે ફરિયાદ

252 કરોડ રૂપિયાનો ઓછા ચુકવાતા લાખો સભાસદોમાં અસંતોષ વર્તાયો હતો.

252 કરોડ રૂપિયાનો ઓછા ચુકવાતા લાખો સભાસદોમાં અસંતોષ વર્તાયો હતો.
અરવલ્લીમાં સાબર ડેરીના ભાવમાં ફેરફાર માટે પશુપાલકોને અન્યાય માટે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. છેલ્લા ઘણા દિવસથી આ મુદ્દે અંદોલન ચાલી રહ્યું હતું. જે આજે પણ યથાવત રહ્યું છે. આ મામલે એક પશુપાલકનું મોત પણ થયું હતું. આ ઘટના મામલે કેટલાક લોકોની અટકાયત કરતા બંને જિલ્લાઓમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ બનતો જોવા મળી રહ્યો હતો. આ મામલે 74 આગેવાનો અને 1000 પશુપાલકોના ટોળાઓ વિરુધ ફરિયાદ નોધવામાં આવી હતી જેના કારણે તેઓ ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા હતા. અરવલ્લીજિલ્લાના પણ કેટલાક તાલુકાઓમાં જેમ કે મેઢાસણ, ખંભીસર, હફ્સબાદ, સીણાવાડ અને બુટાલ,કોલવડા,નવાગામ અને આકરુન્દ ગામોના પશુપાલકો દૂધ ભરીને દૂધ રસ્તા પર ઢોળી રહ્યા હતા. ત્યાર બાદ કેટલાક ગામોમાં જેવા કે શિણાવાડ,ખંભીસરમાં સાબર ડેરીના ચેરમેન અને ડિરેકટરોની નનામી કાઢી અને અંતિમ વિધિ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના શું છે?
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાબરડેરીમાં ગત વર્ષે સંચાલક મંડળ દ્વારા 14 તાલુકાઓમાં સભાસદોને 17 ટકા મુજબ 602 કરોડ રૂપિયાનો દૂધ ફેર નફો વહેચવામાં આવતો હતો. કોઈ પણ કારણોસર અથવા તો કથિત બાકીના ઓડીટના નામે ચાલુ વર્ષે જુલાઈ માસમાં સાબર ડેરીના શાસકો દ્વારા 9.75 ટકા પ્રમાણે 350 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે 7.25 ટકા નફો ઓછો જાહેર કર્યો હતો. 252 કરોડ રૂપિયાનો ઓછા ચુકવાતા લાખો સભાસદોમાં અસંતોષ વર્તાયો હતો.
રસ્તા પર દૂધ ઢોળી કરાયો વિરોધ :
પશુપાલકોની લાગણીને કેટલાક સહકારી નેતાઓ અને રાજ નેતાઓએ નેતૃત્વ પૂરું પાડતા રવિવારના રોજ સાબર ડેરી પાસે એકઠા થયેલા હજારો દૂધ મંડળીના સભાસદો અને પશુપાલકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ આક્રોશ જોતજોતામાં વધારે ઉગ્ર બનતો ગયો અને સભાસદો અને પોલીસ વચ્ચે ધર્ષણ સર્જાયો હતો. પશુપાલકોએ પોલીસ સામે પથ્થરમારા અને ટીયર ગેસના સેલ છોડાયો હતો. જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી માહોલ સર્જાયો હતો. આ ધર્ષણમાં એક ખેડૂતનું મોત પણ નીપજયું હતું. જેના કારણે કેટલાક પશુપાલકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ ત્યારથી લઈને અત્યાર સુધીમાં સાબર ડેરીના સંચાલક મંડળ અને પોલીસની કાર્યવાહી સામે 1800 જેટલા દૂધ મંડળીઓ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે પશુપાલકો ત્રીજા દિવસે પણ મંડળીઓએ સભાસદોને દૂધ ન ભરાવી દૂધને રસ્તા પર ઢોળ્યું હતું. આ સિવાય પણ અનેક જગ્યાએ પણ સાબર ડેરીના ચેરમેન સહિત સ્થાનિક લોકોએ ડિરેક્ટરોના છાજીયા લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!