વડોદરાના ખટંબાના તળાવમાં કાર ખાબકીઃ તળાવમાં 4 યુવાનો ગુમ
ખાનગી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ હોવાની શક્યતા

Car crashes in Vadodara's Khatamba lake: 4 youths missing in lake

Car crashes in Vadodara's Khatamba lake: 4 youths missing in lake
વડોદરા નજીક આવેલા ખટંબામાં ફેન્સિંગ તોડીને 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકી હતી. કારમાં ખાનગી યુનિવર્સિટીના 4 વિદેશી વિદ્યાર્થીઓ હોવાની શક્યતા છે. ક્રેનથી કારને બહાર કાઢવામાં આવી હતી. જો કે, કારમાં સવાર 4 યુવાનો હજુ લાપતા હોવાથી શોધખોળ શરૂ કરાઈ છે.
વડોદરા પાસે ખટંબાના 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકતા 4 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું અનુમાન છે. NDRFની ટીમ દ્વારા શોધખોળ કરી ક્રેનથી કારને બહાર કાઢવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે ઘટના બની હોવાનું સ્થાનિકોનું કહેવુ છે.
કાર ખાબકવાની ઘટના અંગે પ્રાથમિક વિગતો અનુસા ખટંબા તળાવ પાસે ચાર જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી. જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે. કાર એટલી સ્પીડમાં હતી કે ફેન્સિંગ તોડીને તળાવમાં ખાબકી હતી.
ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. તળાવ ઉંડુ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા NDRFની ટીમ બોલાવવી પડી હતી. NDRF દ્વારા એક સ્કુબાને તળાવમાં ઉતારી કાર શોધી હતી. કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ હાલમાં લાપતા છે. તળાવની ફેન્સિંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત