અમદાવાદના રખિયાલમાં અસામાજીક તત્વોની દાદાગીરી
હાથમાં ખુલ્લી તલવાર લઇને નીકળેલા અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો

અમદાવાદના રખિયાલમાં અસામાજીક તત્વોની દાદાગીરી

અમદાવાદના રખિયાલમાં અસામાજીક તત્વોની દાદાગીરી
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજીક તત્વોએ પોલીસની શેહશરમ રાખ્યા વગર જ બિન્ધાસ્ત બનીને હાથમાં તલવાર લઇને આતંક મચાવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજીક તત્વોના આંતકના આ વીડિયો પણ વાયરલ થયા છે.
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના જાણે કે લીરેલીરા ઉડી રહ્યા છે. રખિયાલ વિસ્તારમાં રાત્રીના સમયે અસામાજીક તત્વોએ કોઇનો પણ ડર રાખ્યા વગર હાથમાં ખુલ્લી તલવાર લઇને રીતસરનો આતંક મચાવ્યો હતો અને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. અસામાજીક તત્વોના આતંકથી સ્થાનિકોમાં ગભરાટ સાથે ડરનો માહોલ છવાઇ ગયો હતો.
સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે તેમાં અસામાજીક તત્વો પોલીસની હાજરીમાં પણ ખુલ્લેઆમ તલવાર લઇને ફરતા જોવા મળે છે. સમગ્ર મામલે પોલીસે હવે 2 વ્યક્તિને ઝડપી લીધા છે પણ એક વાત ચોક્કસ છે કે પોલીસનો સહેજ પણ ડર આ દાદાગીરી કરતા તત્વોમાં જોવા મળ્યો ન હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી