અમરેલીમાં ડોક્ટરને જાહેરમાં રિવોલ્વર બતાવવી ભારે પડી
ડોક્ટર સામે નોંધાયો આર્મ્સ એક્ટ હેઠળ ગુનો

Dr. Govind Gajera Brandishing his license weapon in public in Amreli

Dr. Govind Gajera Brandishing his license weapon in public in Amreli
અમરેલીના જાણીતા તબીબ ડો.ગોવિંદ ગજેરાને જાહેરમાં રિવોલ્વર બતાવવી ભારે પડી છે. શહેરના રાજકમલ ચોકમાં ઈન્ટર્ન ડોક્ટર્સની કેન્ડલ માર્ચ દરમિયાન ડો.ગજેરાએ લાયસન્સવાળી રિવોલ્વર કાઢીને તમામ ડોક્ટરને સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી. રેલી બાદ વિવાદ થતાં અમરેલી સીટી પોલીસે ડો.ગજેરા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
કોલકાતાની આર.જી.કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈન્ટર્ન તબીબો શહેરના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડો. ગોવિંદ ગજેરા આવ્યા હતા.
જાહેરમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી ડોકટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવા અપીલ કરી હતી. રાત્રે 9 વાગ્યાના સુમારે ડો.જી.જે.ગજેરા સંબોધન કરતા હતા એ દરમિયાન તેમણે હાથમાં રિવોલ્વર જેવું હથિયાર જાહેરમાં પ્રદર્શિત કર્યું હતું. લોકોમાં ભય પેદા થાય તેવી રીતે જાહેર ત્રાસદાયક કૃત્ય કરી લાયસન્સની શરતોનો ભંગ કર્યો હતો.
ડો. જી.જે.ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢવાની ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. સીટી પોલીસે તપાસ હાથ ધરીને મોડી રાત્રે લાયસન્સની શરતો ભંગ કર્યાનો ગુનો નોંધ્યો હતો.
ડો.ગજેરાએ જણાવ્યુ હતુ કે, સેફ્ટી માટે બધાએ હથિયાર વસાવવા જોઈએ. 5 વર્ષ પછી બહુ (હુમલાઓ) વધી જશે. તમારી સેફ્ટી માટે હથિયાર રાખવું જોઈશે. ડોકટર પર જે રીતે હુમલાઓ થાય છે એટલે સેફ્ટી માટે બધુ કરવું પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?