એર ઈન્ડિયા પ્લેન ક્રેશનું રહસ્ય આ રીતે ખોલશે બ્લેક બોક્સ, જાણો કેવી રીતે?
વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ સાધન છે, જે ફલાઈટની દરેક પ્રવૃત્તિ રેકોર્ડ કરે છે.

બ્લેક બોક્સ

બ્લેક બોક્સ
વિમાન દુર્ઘટના પાછળ શું કારણ છે? તે શોધવા માટે સૌથી અગત્યની કડી એટલે બ્લેક બોક્સ. પ્લેન જ્યારે કોઈ ગંભીર અકસ્માતનો શિકાર બને ત્યારે બ્લેક બોક્સ એ તમામ માહિતીનો ભંડાર પુરો પાડે છે. આ બોક્સ ફ્લાઈટની સંપૂર્ણ વિગતો, જેમ કે પાયલોટના સંદેશા, એન્જિનની સ્થિતિ અને અન્ય ટેકનિકલ માહિતી રેકોર્ડ કરે છે. તેથી જ તેને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (Flight Data Recorder - FDR) કહેવામાં આવે છે.
બ્લેક બોક્સ શું હોય છે?
તેનું નામ ‘બ્લેક બોક્સ’ છે, પરંતુ તેનો રંગ કાળો નહીં પણ નારંગી હોય છે, જેથી અકસ્માત પછી તેને શોધવામાં સરળતા રહે છે. આ બોક્સ વિમાનના છેલ્લી ભાગમાં ફિટ કરવામાં આવે છે, જ્યાં નુકસાનની શક્યતા ઓછી હોય છે. તેની અંદર આવૃત્તિએ બનાવેલી દિવાલો હોય છે જે ભયાનક અકસ્માતમાં પણ માહિતીને સુરક્ષિત રાખે છે.
મજબૂત બનાવટ
બ્લેક બોક્સ ટાઈટેનિયમ જેવી દુર્લભ અને મજબૂત ધાતુથી બનાવવામાં આવે છે. તે તાપમાન, આંચકો અને દબાણને સહન કરી શકે છે. આ બોક્સ વિમાનમાં કોમ્યુનિકેશન અને ટેક્નિકલ ડેટાનું રેકોર્ડિંગ રાખે છે, જેથી તપાસ ટીમો સમજી શકે કે ફ્લાઈટમાં અંતિમ પળે શું થયું હતું.
અત્યંત અગત્યનું સાધન
વિમાન દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સના ડેટા દ્વારા પાયલટના નિર્ણય, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલનું વિશ્લેષણ થઈ શકે છે. આવા ડેટા આધારિત તારણો પેસેન્જર્સની ભવિષ્યમાં સલામતી માટે નિર્ણાયક બને છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.