પ્રજાના પ્રશ્નો અને ગેરવહીવટની ચર્ચાથી ભાજપ સરકાર ભાગે છેઃ અમિત ચાવડા
બેનિફિટ ન્યૂઝ સાથે વિધાનસભા વિરોધપક્ષના નેતાની સીધી વાત

BJP govt is running away from public issues and discussion of mismanagement: Amit Chavda

BJP govt is running away from public issues and discussion of mismanagement: Amit Chavda
પ્રજાના પ્રશ્નો અને ગેરવહીવટની ચર્ચાથી ભાજપ સરકાર ભાગી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રજાલક્ષી, ગેર વહીવટ અને ભ્રષ્ટાચાર સંદર્ભે પૂછેલા પ્રશ્નો નામંજૂર કરવા લોકશાહીની હત્યા બરાબર હોવાનો વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે.
વિધાનસભાના 3 દિવસના ટૂંકા સત્રમાં વિપક્ષના ધારાસભ્યોને 38 જેટલા પ્રશ્નો પૂછવા બાબતે મંજૂરી નહી મળતાં અમિત ચાવડાએ ભાજપ સરકાર અને વિધાનસભાની કામગીરી બાબતે સવાલ ઉઠાવ્યા હતા.
15મી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વોકઆઉટ કર્યા બાદ એક દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં શાસકપક્ષને ઘેરવા વિપક્ષે તૈયારી કરી હતી. વિપક્ષના ધારાસભ્યોએ પ્રથમ દિવસે 22 અને બીજા દિવસે 16 પ્રશ્નો રજૂ કર્યા હતા. પરંતુ, તે પૈકી પ્રથમ દિવસે શિક્ષકોની ગેરહાજરીનો પ્રશ્ન પૂછવાની મંજૂરી મળી હતી. જ્યારે બીજા દિવસે 16 પ્રશ્નોમાંથી એકપણ પ્રશ્નને મંજૂરી નહી મળી હોવાનો વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે.
બેનિફિટ ન્યૂઝ સાથે વાતચીત કરતાં અમિત ચાવડાએ જણાવ્યુ કે, પ્રજાના પ્રશ્નો, ભ્રષ્ટાચાર, ગેર વહીવટની ચર્ચાથી ભાજપ સરકાર ભાગી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર સંદર્ભે પૂછેલા પ્રશ્નો નામંજૂર કરવા લોકશાહીની હત્યા બરાબર છે.
10 વર્ષ શાસન રહ્યું અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તો નર્મદા યોજના, રાષ્ટ્રીય યોજના શા માટે જાહેર થતી નથી?, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી બજેટ રજૂ થયું તેમાં આંધ્રપ્રદેશ અને બિહારને મળ્યું એની સરખામણીમાં ગુજરાતને શું મળ્યું?, ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ત્રિપુરા અને ઝારખંડ જેવા પછાત રાજ્યો કરતાં પણ ગુજરાતમાં કુપોષણ વધારે છે. ત્રીજી વખત વડાપ્રધાન થયાં પણ ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડું મથક મળ્યુ નથી.
ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતો દેવાદાર છે. શું કામ ખેડૂતના દેવા માફ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી માફીની યોજના આવતી નથી?, ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદીમાં છે. એના માટે કોઈ વિશેષ પેકેજ કે બજેટ આવ્યું હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો તેને આવકારતા.
રાજ્યમાં શાસકપક્ષની નબળી કામીગીરીના કારણે પ્રજાની અનેક સમસ્યાઓ ઉદભવી છે. યુવાનોને રોજગાર, રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડ, શિક્ષકોની અનિયમિતતા, શાળાના જર્જરિત ઓરડા, સરસ્વતી સાધના યોજનામાં ભ્રષ્ટાચાર, કચ્છમાં ગૌચરની જમીન ફાળવવા અંગે હાઈકોર્ટે ટકોર કર્યા બાદ લીધેલા પગલાં, નવસારી જિલ્લામાં પાણી પુરવઠા કૌભાંડ, સુરતના ડુમસનું જમીન કૌભાંડ, રાજકોટના આટકોટની કન્યા છાત્રાલયનો દુષ્કર્મ કેસ, ગાંધીનગરના મૂલસણાનું જમીન કૌભાંડ, કેવડિયામાં આદિવાસી યુવકોને ઢોર માર મારતા થયેલા મોત, ગુણવત્તાલક્ષી શિક્ષણ, વનવિભાગની ભરતીને લઈ ઉમેદવારોનો આક્રોશ, ટેટ-ટાટ શિક્ષકોની ભરતી સહિતના પ્રશ્નો વિધાનસભાના ફ્લોર પર મૂક્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત