ભચાઉના ખેડૂત પરિવારની રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ, કંપનીના ત્રાસથી જીવનથી ત્રસ્ત
કચ્છના ભચાઉના ખેડૂત રવા ભીખા હૂંબલએ કંપનીના ત્રાસને કારણે પરિવાર સાથે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

ખેડૂત પરિવારની ઈચ્છા મૃત્યુની માંગ

ખેડૂત પરિવારની ઈચ્છા મૃત્યુની માંગ
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં રહેતા એક ખેડૂત પરિવારે આજે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુ (euthanasia)ની લેખિતમાં માંગ કરી છે. ભચાઉના રવા ભીખા હૂંબલ નામના ખેડૂત તથા તેમના પરિવારજનોને આસપાસની એક રાજકીય રીતે અસરકારી કંપનીના સતત ત્રાસ અને ધમકીઓના કારણે આ પગલું ભરવાનું નિર્ધારેલું છે.
રવા ભીખા હૂંબલે જણાવ્યુ કે, તેમની પાસે માલિકીની જમીન છે, જેના પર કંપનીના કોઈપણ પ્રકારના હક્કો ન હોવાથી છતાં કંપનીના માલિકો ખોટા દાવા કરીને રસ્તાના હક્કો હોવાનો આશરો લઈ તેમને ધમકી આપે છે અને હેરાનગતિ કરે છે. તેમણે સ્પષ્ટ કર્યો છે કે, સર્વે નંબર 1407 અને 1408ના જે હક્કો કંપની તરફથી દાવા કરવામાં આવે છે, તે ખોટા અને આધારે વિહોણા છે. છતાં, દાદાગીરીથી આ જમીન સરકારના નામે દાખલ કરાવી તે પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આથી, પરિવારના સભ્યોએ ભચાઉ કલેક્ટર કચેરીએ હાજરી આપી લેખિત આવેદનપત્ર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે, તેમને કોઈ ન્યાય મળતો નથી અને રોજિંદા જીવનમાં જોખમ, તણાવ અને અપમાન સહન કરવું પડી રહ્યું છે. એટલા માટે, તેઓ જીવતા રહેવા કરતા સન્માનપૂર્વક મૃત્યુ પસંદ કરવા માગે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?