બનાસકાંઠા અને સાબરકાંઠા બન્યા જળબંબાકાર, રહીશોની વધી હાલાકી
બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો, વરસાદથી રોડ બ્લોક થતાં રહેશોની મુશ્કેલી વધી. સાબરકાંઠામાં પણ 14 ઇંચ વરસાદ નોંધાયો

બનાસકાંઠામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ

બનાસકાંઠામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ
હવામાન વિભાગની આગાહીમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું હતું. તારીખ 21 અને 22 જૂને બંને વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં રહીશોને મુશ્કેલી વેઠવી પડી હતી.
બનાસકાંઠાના દાંતામાં શનિવારે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી દાંતા-અંબાજી રોડ ઉપરના પહાડના પથ્થરો રોડ ઉપર પડતાં રોડ બ્લોક થયો હતો. પથ્થરો પડવાથી રોડ બ્લોક થતાં રાહદારીઓની મુશ્કેલીઓ વધી હતી. દાંતના પર્વતીય વિસ્તારોમાં 9 ઇંચ જેટલા વરસાદના કારણે અર્જુન નદી અને બલરામ નદી બે કાંઠે વહેતી થઈ હતી. અર્જુન નદીના પાણીના વહેણના કારણે વડગામના હડમતીયાથી સરદારપુરાના રસ્તો બ્લોક થયો હતો. રસ્તો બંધ થતા રાહદારીઓ અને વાહનચાલકો વધુ મુશ્કેલીમાં મુકાયા.
ભારે વરસાદને કારણે બનાસકાંઠાના પાલનપુરની ઉમરદશી નદી પણ વહેતી થઈ હતી. 30 વર્ષ બાદ પાલનપુરના ઉમરદશી નદીમાં નવા નીર આવ્યા છે. ઉમરદશી નદીને જોવા આજુબાજુના ગામડામાંથી લોકો ઉમટી આવ્યા હતા. વરસાદી પાણીથી તટ ઊંચા આવતા ખેડૂતોને થશે ફાયદો થશે. આ નદીના પાણી 50 જેટલા ગામોને ફાયદો કરાવશે જેથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમીરગઢમાં પણ વરસાદ ગાંડોતૂર થયો હતો જેથી ગરનાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી હતી.
સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ એકધારો વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં જ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. અતિભારે વરસાદથી ખેડબ્રહ્મા પાસેની હરણાવ નદી બે કાંઠે વેહતી થઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?