કચ્છના જડોદર(કોટડા) ગામના પંડાલમાં પથ્થરમારો કરતાં ગણપતિની મૂર્તિ ખંડિત
નખત્રાણા પોલીસે ૩ સગીર સહિત ૭ શખ્સોની કરી ધરપકડ

Police deployed to the spot

Police deployed to the spot
કચ્છના નખત્રાણા તાલુકાના જડોદર(કોટડા) ગામના ગણપતિ પંડાલમાં મંગળવારે મોડી સાંજે પથ્થરમારો કરતાં મૂર્તિ ખંડિત થઈ છે. જ્યારે ગણપતિ પંડાલની બાજુમાં આવેલા મંદિર ઉપર વિધર્મીની ધજા ફરકાવતાં સમગ્ર પંથકમાં તંંગદિલી છવાઈ છે. નખત્રાણા પોલીસે ૮ શખ્સો સામે ગુનો નોંધી ૩ સગીર સહિત ૭ શખ્સોની ધરપકડ કરી છે.
સુરત અને વડોદરા બાદ કચ્છમાં પણ ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની છે. નખત્રાણા તાલુકાના જડોદર(કોટડા) ગામના ગણપતિ મહોત્સવના પંડાલ ઉપર સગીર વયના કિશોરોએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ છે. આ ઉપરાંત ગણપતિ પંડાલની બાજુના મંદિર ઉપર વિધર્મીની ધજા ફરકાવવામાં આવ્યો છે. જેના કારણે જડોદર ગામ સહિત નખત્રાણા પંથકમાં તંગદિલી જેવું વાતાવરણ જોવા મળ્યુ છે. ઘટનાની જાણ છતાં નખત્રાણા સહિત કચ્છ પશ્ચિમ પોલીસની વિવિધ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઘટનાની તપાસ બાદ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ૮ શખ્સો સામે ફરિયાદ નોંધીને ૭ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પંડાલ ઉપર પથ્થરમારો કરવા મામલે ૩ સગીર સામે અને વિધર્મીની ધજા ફરકાવવા મામલે ૪ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનુ કચ્છ પશ્ચિમના ઈન્ચાર્જ પોલીસ વડા સાગર બારમારે જણાવ્યુ છે. નખત્રાણા પંથકમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
સમગ્ર ઘટના પાછળ કોનો હાથ છે તે દિશામાં કચ્છ પશ્ચિમ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે નહી તેવી ટિપ્પણી નહી કરવા અને ઉશ્કેરણીજનક મેસેજ નહી કરવા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે. આ ઘટનામાં કોઈપણ ગુનેગારને છોડવામાં નહી આવે તેવી તેમણે ખાતરી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?