SIRની કામગીરીમાં ધરપકડ વોરંટથી શિક્ષકોમાં રોષ
શિક્ષક સંગઠનોએ વોરંટ પાછા ખેંચવા અને BLOની કામગીરી 12 કેડરમાં વહેંચવાની માગણી કરી

BLO કામગીરી અને શિક્ષકો સામે ધરપકડ વોરંટ સામે વિરોધ

BLO કામગીરી અને શિક્ષકો સામે ધરપકડ વોરંટ સામે વિરોધ
મતદાર યાદી સુધારણા કામગીરીમાં 12 કેડરના કર્મચારીઓને BLO ની કામગીરી સોંપવા શિક્ષકોના સંગઠનોએ વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાં 90 ટકા શિક્ષકોને SIRની કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે. વેકેશન દરમિયાન શિક્ષકો કામગીરીમાં પહોંચી નહી શકતાં ધરપકડ વોરંટ કાઢવામાં આવી રહ્યા છે. ધરપકડ વોરંટ કાઢવાથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરીને ધરપકડ વોરંટ રદ કરવા માંગ કરી છે. ધરપકડ વોરંટ રદ નહી થાય તો SIRની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મતદાર યાદી સુધારણાની કામગીરીમાં બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને તેમની સામે ઈસ્યુ કરાયેલા ધરપકડ વોરંટ મુદ્દે મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે. બંને સંગઠનોએ તાત્કાલિક ધરપકડ વોરંટ પરત ખેંચવા અને BLOની કામગીરીનો બોજ શિક્ષકો પરથી હળવો કરવા માગણી કરી છે.
SIRની કામગીરીમાં 90 ટકાથી વધુ શિક્ષકોને BLO તરીકે જોડવામાં આવ્યા છે. તેના કારણે શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મિતેષભાઈ ભટ્ટ અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, BLOની કામગીરી ફેબ્રુઆરી સુધી સતત ચાલવાની છે. શિક્ષકો માટે શાળા સમય બાદ કામગીરી કરવી કોઈપણ સંજોગોમાં શક્ય નથી. આ કામગીરી શાળા સમય દરમિયાન કરવી પડે તેમ છે. જેના કારણે નિયમિત શૈક્ષણિક કાર્યને અસર થાય તેમ છે.
આ ઉપરાંત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કોઈ કારણોસર BLO કર્મચારી (શિક્ષક) કામગીરી ન કરી શક્યા હોય કે કચેરીએ હાજર ન રહી શક્યા હોય તો તેમણે મોટો ગુનો કર્યો હોય તેમ તેમની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. BLO કામગીરી સંદર્ભે શિક્ષકોના ધરપકડ વોરંટથી શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. બંને સંગઠનોએ આ કૃત્યનો સખત વિરોધ કરી માંગણી કરી છે કે તમામ ઈસ્યુ કરાયેલા વોરંટ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
બંને સંગઠનોએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી પંચની લેખિત સૂચના છે કે BLOની કામગીરી વિવિધ 12 કેડરમાં સમાન રીતે વહેંચવી જોઈએ. ગુજરાતમાં કુલ BLOની જગ્યાના 90 ટકાથી વધારે કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. જે કેન્દ્રના ચૂંટણી પંચની સૂચનાનો અનાદર છે.
શિક્ષકોના સંગઠનોએ માગણી કરી છે કે, રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ કેડરના કર્મચારીઓને BLOની કામગીરી સોંપીને બાકીના શિક્ષકોને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. સંઘે ચીમકી ઉચ્ચારી છે કે, આ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો નાછૂટકે શિક્ષકોને કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે.
ધરપકડ વોરંટનો નિયમ 'ગુલામપ્રથા' સમાન
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી છે કે કોઈ શિક્ષક-કર્મચારી કોઈ ખાસ કે અન્ય કારણોસર કામગીરી કે મીટિંગમાં હાજર ન રહે તો તેની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનો નિયમ ગુલામ પ્રથા સમાન છે. શિક્ષક સિવાયના અન્ય કોઈ કર્મચારી દ્વારા ભૂલ થાય તો ધરપકડ વોરંટ ઈસ્યુ કરાયું હોય તેવું ધ્યાનમાં નથી. ત્યારે શિક્ષકો સામે અન્યાય કેમ? શિક્ષકોનું સમાજમાં સન્માન જળવાઈ રહે તે માટે ધરપકડ વોરંટનો નિયમ દૂર કરવો જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

15થી 17 દુકાનોમાં રહેલો કાપડનો માલ બળી ગયો હોવાનો વેપારીઓનો દાવો, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત… પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાત્રે વીજ કનેક્શન બંધ હોવા છતાં આગ લાગી કેવી રીતે?

આસારામે 20 દિવસની રાહત માટે કોર્ટમાં કરી ખાસ દલીલ… તો પછી ગુજરાત હાઈકોર્ટે અરજી કેમ ફગાવી દીધી? રાજસ્થાનમાં પેરોલ મળ્યા બાદ ગુજરાતમાં પણ જામીનની આશા હતી, પરંતુ કોર્ટમાં શું થયું?

રીલ બનાવવાનો શોખ કે જીવ સાથે રમત? કીમ રેલવે ઓવરબ્રિજ પર 40 ફૂટ ઊંચાઈએથી એક કૂદકો માર્યો અને યુવક સીધો નીચે પટકાયો… પરંતુ પછી જે થયું તે ચોંકાવનારું છે!