સુરતમાં ચાઇનીઝ દોરી ભરેલો આખો ટ્રક ઝડપાયો
પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં 60 બોક્સમાં 2880 ચાઇનીઝ દોરીના બોબીન મળ્યા

સુરતમાં ચાઇનીઝ દોરી ભરેલો આખો ટ્રક ઝડપાયો

સુરતમાં ચાઇનીઝ દોરી ભરેલો આખો ટ્રક ઝડપાયો
રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે ઉત્તરાયણ પર્વમાં કેટલાક તત્વો બિન્દાસ્ત બની ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે અત્યારથી કાર્યવાહી શરુ કરી છે. સુરત પોલીસે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીથી ભરેલો આખો ટ્વક ઝડપી પાડ્યો છે.
સુરતમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી લેવાયો છે. સુરત પોલીસની ઝોન 2 એલસીબી શાખાએ ડીંડોલી વિસ્તારમાં સાંઇ પોઇન્ટ ચાર રસ્તા પાસે બાતમીના આધારે એક કન્ટેનર અટકાવ્યું હતું. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં 60 બોક્સમાં 2880 ચાઇનીઝ દોરીના બોબીન મળ્યા હતા જેની કિંમત 11.52 લાખ રુપિયા અંદાજવામાં આવી છે.
પોલીસે ચાઇનીઝ દોરી સાથે કન્ટેનર લઇને આવી રહેલા ચાલક અનિલ શંકરલાલ મીણાને ઝડપી લઇ તપાસ કરતાં તે સુરતથી આ ચાઇનીઝ દોરીનો જથ્થો લઇને અમદાવાદ જઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરીને ચાલકની અટકાયત કરી હતી અને અમદાવાદમાં આ જથ્થો કોને આપવાનો હતો અને કોણ સપ્લાય કરતું હતું તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી