AMTS, BRTS અને ST સર્વિસની કમિટીમાં વિવાદ
એક જ સ્થળે બસ ડેપો અને AMT, BRTS ટર્મિનલ બનાવવાની યોજના, ઊંચી કન્સલ્ટિંગ ફીને કારણે સ્થગિત
AMTS, BRTS અને ST સર્વિસની કમિટીમાં વિવાદ
AMTS, BRTS અને ST સર્વિસની કમિટીમાં વિવાદ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે AMTS, BRTS, અને ST બસ સેવાઓ માટે હાઈવે નજીક બસ ટર્મિનલ અને બસ ડેપો બનાવવાની યોજના પર હાલમાં વિચારણા ચાલી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણેય પ્રકારની બસ સેવાઓને એક જ સ્થળેથી સંચાલિત કરીને મુસાફરોને સહેલાઈથી સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંડાલ સર્કલ રોડ પાસે, ગાંધી આશ્રમ-RTO સર્કલ પાસે અને નિકોલ-કઠવાડા ખાતે પ્લોટAMTSને ફાળવવામાં આવ્યા છે. આ જગ્યાઓ પર બસ ટર્મિનલ અને બસ ડેપો બનાવવાની યોજના છે.
AMTS અને BRTS ટ્રાફિકની ગીચતામાં ફસાઈ
શહેરમાં વધી રહેલા વિસ્તાર અને વિકાસને ધ્યાનમાં રાખીને, અમદાવાદ બહારથી આવતી ST બસ તેમજ કોર્પોરેશનની AMTS અને BRTS બસો ઘણીવાર ટ્રાફિકની ગીચતામાં ફસાઈ જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે હાઈવે પાસેના આ સ્થળો પર ત્રણેય બસ સર્વિસની બસોને એક સાથે પાર્ક કરવાથી ટ્રાફિક સમસ્યા સરળ બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. AMTS કમિટી સમક્ષ આ ડેપોની ડિઝાઈન બનાવવા માટે ખાનગી કંપની HCG ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ. ને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ કંપની ડેપો કેવા પ્રકારનો બનશે, પાર્કિંગ વ્યવસ્થા શું હશે વગેરે પ્રકારની નવી ડિઝાઈન તૈયાર કરવાની હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં AMTS બસ ડેપોની દીવાલ ધરાશાયી
ડિઝાઈન અને કન્સલ્ટન્સી માટે કન્સલ્ટન્ટ ફી વધારે
જોકે, આ ડિઝાઈન અને કન્સલ્ટન્સી માટે કન્સલ્ટન્ટ ફી ઘણી વધારે હોવાથી વિવાદ ઊભો થયો છે. શરૂઆતમાં કમિટીમાં HCG ડિઝાઈન કંપનીને 4% ઉપરાંત GSTના ભાવથી કામ સોંપવાની દરખાસ્ત હતી, જે અંદાજિત 11 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. સવાલ એ ઊભો થયો હતો કે, મહાનગરપાલિકા પાસે પોતાના સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટની ટીમ હોવા છતાં, માત્ર ડિઝાઈન પાછળ આટલો મોટો ખર્ચ કેમ કરવામાં આવી રહ્યો છે? ટ્રાન્સપોર્ટ વિભાગ (AMTS) પાસે સિવિલ એન્જિનિયર કે આર્કિટેક્ટ ડિઝાઈનર ન હોવાથી કામ કોર્પોરેશનને સોંપવામાં આવ્યું હતું અને કોર્પોરેશને કન્સલ્ટન્ટ રાખવાનો નિર્ણય લીધો હતો.
11 કરોડનો ખર્ચ વધુ હોવાથી કામને સ્થગિત કર્યું
AMTSના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, એજન્સીને ડિઝાઈન માટે કન્સલ્ટ કરવામાં આવી હતી, પરંતુ 11 કરોડનો ખર્ચ વધુ હોવાથી આ કામને હાલમાં સ્થગિત કરવામાં આવ્યું છે અને ફેર વિચારણા કરવામાં આવશે. કન્સલ્ટિંગ ફી અંગે સ્પષ્ટતા થયા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આમ, એક જ સ્થળેથી બધી સુવિધાઓ સહેલાઈથી મળી રહે તેવી નવી ડિઝાઈન બનાવવાની મહત્વની કામગીરી વધારે કન્સલ્ટિંગ ફીના કારણે હાલમાં અટકી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!