અમદાવાદમાં 85 કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધીના રોડને પહોળો કરવા 88 કોમર્શિયલ દબાણો દૂર કર્યા

અમદાવાદમાં 85 કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફર્યુ

અમદાવાદમાં 85 કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફર્યુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ગંભીર ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને રોડ પહોળા કરવાના હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર વોર્ડમાં બાપુનગર ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધીના 18 મીટરના હાલના રોડને 30 મીટર સુધી પહોળો કરવા માટે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રોડની બંને તરફ 85 જેટલા કોમર્શિયલ બાંધકામો ઊભા કર્યા
AMCના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ સતત રહેતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો છે. બાપુનગર ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધીનો 370 મીટર લાંબો આ રોડ, જે હાલમાં 18 મીટર પહોળો છે, તેને 30 મીટર સુધી પહોળો કરવાની જરૂરિયાત હતી. આ વિસ્તારમાં રોડની બંને તરફ 85 જેટલા કોમર્શિયલ બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા, જે AMCના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે દૂર કરવામાં આવ્યા હતા.
રોડને પહોળો કરવાની કામગીરી શરૂ
જોકે, આ રોડ પર આવેલા 2 મંદિર અને મંછાની મસ્જિદને હાલમાં દૂર કરવામાં આવ્યા નથી. AMC દ્વારા તેમને એક અઠવાડિયાનો સમય જાતે દબાણો દૂર કરવા માટે આપવામાં આવ્યો છે, જે બાદ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ ધાર્મિક બાંધકામો પર પણ કાર્યવાહી કરવામાં આવશે. રોડને બંને તરફથી તોડીને તેની પહોળાઈ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આ વિસ્તારના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત આપશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!