2 દિવસમાં 7.29 લાખ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ ભક્તોએ મા જગદંબાના દર્શન કર્યા
અંબાજી ભાદરવી પૂનમનો મેળો
અંબાજી ભાદરવી પૂનમનો મેળો
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મેળો ભક્તોની ભીડથી સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ મહામેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રીઓ અને માઈભક્તોએ મા જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવીલ હતી. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના તમામ માર્ગો પર પગપાળા સંઘો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેનાથી રસ્તાઓ પર જાણે કીડીયારૂં ઉભરાયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
2 દિવસમાં જ કુલ 7.29 લાખ ભક્તોએ
મેળાના પ્રથમ 2દિવસમાં જ કુલ 7.29 લાખ ભક્તોએ માં જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન અંબાજીના પવિત્ર ધામમાં ઉમટી રહેલા લાખો શ્રદ્ધાળુઓએ એક અલૌકિક માહોલ ઊભો કર્યો છે. રાજ્યભરમાંથી નીકળેલા પગપાળા સંઘો અને માઈભક્તોની સેંકડો કિલોમીટરની પદયાત્રા એક વિશાળ માનવ સાંકળનું નિર્માણ કરી રહી છે.
હર્ષ અને ઉમંગનો માહોલ છવાયો
આ માનવ મહેરામણના કારણે ક્યાંક ક્યાંક ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવા છતાં, રસ્તાઓ પર હર્ષ અને ઉમંગનો માહોલ છવાયેલો છે. દરેક માઈભક્તોના ચહેરા પર અદમ્ય ઉત્સાહ અને ભક્તિ ભાવ સ્પષ્ટપણે છલકાઈ રહ્યો છે. રાત્રિનો સમયે સુમસામ બની જતા રસ્તાઓ પણ 'જય જય અંબે'ના જયઘોષથી જીવંત બની ગયા છે.
વિવિધ સુવિધાઓનું કર્યું આયોજન
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળા દરમિયાન માઈભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના બીજા દિવસે 3.58 લાખ ભક્તોએ માતાના દર્શન કર્યા, અને કુલ 2 દિવસમાં 7.29 લાખ ભક્તોની નોંધણી થઈ છે.
રસ્તાઓ પર સ્વચ્છતા અંગે વિશેષ ભાર
આ સિવાય, 49,568 શ્રદ્ધાળુઓએ ભોજનનો લાભ લીધો, 270 ધજારોહણ થયા, 2,77,750 મોહનથાળના પેકેટનું વિતરણ થયું, અને ઉડનખટોલામાં 8,410 યાત્રિકોએ યાત્રાનો આનંદ માણ્યો. આ વર્ષે ખાસ કરીને મંદિર, ગબ્બર અને અંબાજીના જાહેર રસ્તાઓ પર સ્વચ્છતા જળવાઈ રહે તે પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત