પર્યાવરણીય ચિંતા: 12 વોર્ડમાં વૃક્ષોની સંખ્યા ઘટી
અમદાવાદમાં 12 વર્ષમાં 12 વોર્ડમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો, પર્યાવરણ પ્રેમીઓમાં ચિતા

વૃક્ષોની સંખ્યામાં ઘટાડો

વૃક્ષોની સંખ્યામાં ઘટાડો
જ્યારે પણ પર્યાવરણ દિવસ આવે ત્યારે દરેક નેતા કે સરકારી કર્મચારીઓ એક-એક છોડ લઈને વૃક્ષો વાવીને ફોટા પડાવી દે છે. પરંતુ તે વૃક્ષનો ઉછેર થયો છે કે, નથી થયો તેની સાર-સંભાળ કોઈ રાખતું નથી. શહેરમાં વૃક્ષોની સંખ્યામાં દિન-પ્રિતિદિન ઘટાડો થઈ રહ્યો છે. તે શહેરના દરેક નાગરિકો માટે ચિંતાનો વિષય છે. ક્લાઈમેન્ટ ચેન્જના લીધે પર્યાવારણ પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. અને પ્રદૂષણ હોય કે તાપમાનમાં વધારો તેને રોકવા આપડે કરી શકીએ તેવું એક જ સરળ કાર્ય વૃક્ષારોપણ છે.
અમદાવાદમાં પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષારોપણના પ્રયાસો વચ્ચે તાજેતરમાં એક સર્વેક્ષણમાં શહેરમાં 12 વોર્ડમાં વૃક્ષોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઇનિસિએટીવ્સ (ICLEI) દ્વારા કરાયેલા એક સર્વેના અનુસાર, 2012થી 2024 સુધીમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. મળેલા ડેટા મુજબ, વડવા વોર્ડમાં સૌથી વધુ 41%થી વધુનો ઘટાડો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે.
આ વૃક્ષો ઘટવા પાછળના મુખ્ય કારણને શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે વૃક્ષોને કાપ્યા હોવાનું જણાવવામાં આવે છે. ખાસ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવી યોજનાઓએ વટવા જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે. મણિનગર વોર્ડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે, જ્યારે ખાડિયા જેવા વોર્ડમાં તો વૃક્ષારોપણ માટે ખુલ્લા પ્લોટ પણ જોવા મળતા નથી.
ઉલ્લેખનીય છે કે, વૃક્ષોને કાપતા પહેલા વન વિભાગની મંજૂરી લેવી પડે છે. વન વિભાગ બમણાં વૃક્ષો ઉછેરવાના પૈસા લઈને વૃક્ષો કાપવાની મંજૂરી આપે છે.
જોકે, આના વચ્ચે કેટલાક સકારાત્મક સમાચાર પણ છે. ઈન્દ્રપુરી, કુબેરનગર અને સૈજપુર જેવા વોર્ડમાં વૃક્ષોની સંખ્યામાં 100થી 200 ટકાનો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે, યોગ્ય પ્રયાસોથી પરિણામો મેળવી શકાય છે. વર્ષ 2012માં AMC દ્વારા શહેરમાં 6.18 લાખ વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી, જે શહેરના કુલ ક્ષેત્રફળના 4.66% વિસ્તારને આવરી લે છે.
AMC દ્વારા મિશન ફોર મિલિયન ટ્રી ઝુંબેશ અંતર્ગત આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં શહેરના વિવિધ વોર્ડમાં 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, 29 જુલાઈ સુધીમાં કુલ 20.42 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જોકે, આ લક્ષ્યાંક પૂરો કરવા માટે દરરોજ 64,000 વૃક્ષો વાવવા પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશને સાર નામની એજન્સીને શહેરના 48 વોર્ડમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવાની કામગીરી આપી છે. અત્યારસુધીમાં 5.90 લાખ વૃક્ષોની ગણતરી પુરી થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!