Ahmedabad : દરિયાપુરમાં J.P. હાઈસ્કૂલમાં દુર્ઘટના, 2 ના મોત, ફાયરને જાણ પણ નહીં!
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકતી આવી ઇમારતોનું તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામ જરૂરી છે...

શાળા નહીં, 'મોતનો કૂવો'?

શાળા નહીં, 'મોતનો કૂવો'?
અમદાવાદ (Ahmedabad)માં જર્જરિત ઇમારતોનો કાળો કાળ ચાલુ જ છે! શહેરના દરિયાપુર ડબગરવાડ સ્થિત જે.પી. હાઇસ્કૂલના ટેરેસનો ભાગ અચાનક ધરાશાયી થતા ભારે હાહાકાર મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં એક મજૂર અને કોન્ટ્રાક્ટરના કરૂણ મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનાએ શહેરની જૂની શાળાઓની જર્જરિત સ્થિતિ અને પ્રશાસનની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ફાયર બ્રિગેડને જાણ પણ ન કરાઈ, તંત્રની સંવેદનહીનતા?
આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે, આટલી ગંભીર દુર્ઘટના બની હોવા છતાં ફાયર બ્રિગેડને કોઈ કોલ કરવામાં આવ્યો નહોતો. શું સ્થાનિક સ્તરે જ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? કે પછી તંત્રને પોતાની નિષ્ફળતા છતી થવાનો ડર હતો? ફાયર બ્રિગેડ જેવા તાત્કાલિક રાહત અને બચાવ દળને જાણ ન કરવી એ અત્યંત ગંભીર બેદરકારી અને સંવેદનહીનતા દર્શાવે છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી, પણ સવાલ યથાવત...
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, આ શાળાની જર્જરિત સ્થિતિ અંગે અગાઉથી જાણ હતી કે નહીં? જો જાણ હતી, તો તેને સુધારવા માટે શું પગલાં લેવાયા? અને જો નહોતી, તો આવી શાળાઓનું નિયમિત નિરીક્ષણ શા માટે કરવામાં આવતું નથી?
આ પણ વાંચો : Ahmedabad : દુર્ઘટનાના 7 દિવસ બાદ ફરિયાદ, વિમાન ક્રેશના કારણે હોસ્ટેલને થયું કરોડોનું નુકસાન!
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં?
આ ઘટનાએ શહેરની તમામ જૂની અને જર્જરિત શાળાઓની સુરક્ષા સામે લાલબત્તી ધરી છે. જો શાળાનું બાંધકામ જ એટલું નબળું હોય કે તેનો ટેરેસનો ભાગ તૂટી પડે, તો ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જીવ કેટલો જોખમમાં છે તે વિચારવું પણ કંપારી છૂટાવી દે તેવું છે. શાળાઓ જ્ઞાનના મંદિરો છે, મૃત્યુના કૂવા નહીં દરિયાપુરની આ દુર્ઘટના માત્ર એક ઇમારત ધસી પડવાની ઘટના નથી, પરંતુ તે અમદાવાદના પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓની ઘોર બેદરકારી અને લાપરવાહીનું જીવંત ઉદાહરણ છે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ, અને શહેરની તમામ જર્જરિત શાળાઓનું તાત્કાલિક ધોરણે નિરીક્ષણ કરીને તેનું સમારકામ કે ડિમોલિશન કરવું અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય.
આ પણ વાંચો : Rajkot LCB નો ઐતિહાસિક સપાટો, ગોંડલમાંથી ₹1.02 કરોડનો દારૂ ઝડપાયો, બુટલેગરોમાં ફફડાટ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?