Ahmedabad ની Octant Pizza સીલ, ગુલાબજાંબુમાં જીવાત, કિચનમાં ગટરનું પાણી!
અસ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટના ઉલ્લંઘનને કારણે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી...

સ્વચ્છતાના નામે મીંડું, સ્વાદ નહીં, જીવાત!

સ્વચ્છતાના નામે મીંડું, સ્વાદ નહીં, જીવાત!
અમદાવાદ (Ahmedabad) શહેરના પ્રતિષ્ઠિત CG રોડ પર આવેલી જાણીતી Octant Pizza (Octant Pizza) નામની રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ રેસ્ટોરન્ટના ગુલાબજાંબુની ચાસણીમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચતા, તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી રેસ્ટોરન્ટને સીલ મારી દીધું છે.
કિચનમાં ગટરનું પાણી, અસ્વચ્છતાનો આતંક!
ફૂડ વિભાગની ટીમ Octant Pizza રેસ્ટોરન્ટમાં તપાસ કરવા પહોંચી ત્યારે જે દૃશ્યો સામે આવ્યા તે ખરેખર ભયાવહ હતા. રેસ્ટોરન્ટના કિચનમાં જ ડ્રેનેજ લાઈન ઓવરફ્લો થયેલી જોવા મળી હતી, જેના કારણે ગટરનું ગંદુ પાણી સીધું કિચનમાં જ પ્રવેશી રહ્યું હતું. આ ઉપરાંત, જ્યાં ફ્રિજમાં શાકભાજી અને ફળો રાખવામાં આવ્યા હતા, ત્યાં પણ યોગ્ય સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. શાકભાજી અને ફળોને ગમે ત્યાં મૂકી દેવામાં આવ્યા હતા, અને તે સફાઈ કર્યા વિના જ ઉપયોગમાં લેવાતા હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. આ દર્શાવે છે કે ગ્રાહકોને પીરસાતી વાનગીઓમાં શુદ્ધતા અને સ્વચ્છતાનું લેશમાત્ર ધ્યાન રાખવામાં આવતું ન હતું.
આ પણ વાંચો : Gandhinagar : શિક્ષણ સહાયક ભરતી, ઉમેદવારો માટે "કર અથવા મર" જેવી સ્થિતિ, 9 જૂન અંતિમ તારીખ!
ફૂડ સેફ્ટી એક્ટનું ઉલ્લંઘન...
આ સમગ્ર મામલે ફૂડ સેફ્ટી એક્ટનું ઘોર ઉલ્લંઘન થતું હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક હાથે કામ લીધું છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી અને સ્વચ્છતાના નિયમો નેવે મૂકતી આ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. આ ઘટનાએ શહેરની અન્ય રેસ્ટોરન્ટ્સ અને ફૂડ આઉટલેટ્સ માટે પણ લાલબત્તી ધરી છે. તંત્ર દ્વારા આવા એકમો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન કરી શકે.
આ પણ વાંચો : Rajkot-Bhavnagar હાઈવે પર કાળનો પંજો, સરકારી અધિકારી સહિત બેના કરુણ મોત!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.