Ahmedabad : AMC ની બેઠકબાજી, ચોમાસું માથે અને તંત્ર હજુ ઊંઘમાં!
AMC ની આ નિષ્ક્રિયતા જોતા, આ વર્ષે પણ અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી...

વરસાદ વહેલો અને મીટીંગ મોડી...

વરસાદ વહેલો અને મીટીંગ મોડી...
Ahmedabad : ચોમાસાના આગમનને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રી-મોન્સુન એક્શન પ્લાન અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની આ બેઠક પર શહેરીજનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. થોડા દિવસો પહેલા જ પડેલા સામાન્ય વરસાદમાં શહેરના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા, ત્યારે AMC ની આ "બેઠકબાજી" સામે સવાલ ઉઠી રહ્યા છે કે, શું કોર્પોરેશન માત્ર કાગળ પર જ કામગીરી કરશે?
મોડું જાગ્યું કોર્પોરેશન, વહેલો વરસાદ!
શહેરની જનતાને પ્રશ્ન થઈ રહ્યો છે કે, જ્યારે ચોમાસાને માંડ થોડા દિવસ જ બાકી છે, ત્યારે AMC મીટીંગ-મીટીંગ રમવામાં વ્યસ્ત છે. વરસાદી નાળાઓ, કન્સો અને ગટરલાઇનની સફાઈ જેવી અતિમહત્વની કામગીરી ક્યારે પૂર્ણ થશે? ખરેખર તો આ કામગીરી ચોમાસાના એક મહિના પહેલા જ પતાવી દેવાની જરૂર હતી. પરંતુ, AMC ની આ નિષ્ક્રિયતા દર્શાવે છે કે, કોર્પોરેશન મોડું જાગ્યું છે અને વહેલો વરસાદ છે.
ગયા વર્ષની જેમ આ વખતે પણ શહેર જળબંબાકાર થશે?
છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ (Ahmedabad) માં ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ સામાન્ય બની ગઈ છે. સહેજ પણ વરસાદ પડે તો શહેરના મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. AMC ની આ ઢીલી નીતિ જોતા લાગે છે કે, આ વખતે પણ શહેરને જળબંબાકાર થતું કોઈ રોકી શકશે નહીં.
ફક્ત બેઠકો નહીં, નક્કર કામગીરીની જરૂર!
AMC ના અધિકારીઓ અને પદાધિકારીઓએ હવે માત્ર બેઠકો કરીને સમય બગાડવાને બદલે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવી જોઈએ. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા, ગટરલાઇનોની સફાઈ કરવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નક્કર પગલાં ભરવા અનિવાર્ય છે. જો આમ નહીં થાય, તો આગામી ચોમાસું અમદાવાદ (Ahmedabad) શહેર માટે વધુ એક આફત બનીને આવશે. શું તમને લાગે છે કે AMC સમયસર પ્રી-મોન્સુન કામગીરી પૂર્ણ કરી શકશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.