Ahmedabad plane crash: બોટાદના હાર્દિક અવૈયાની અંતિમયાત્રા..
મૃતક હાર્દિક છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતો હતો

મૃતક હાર્દિક છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતો હતો

મૃતક હાર્દિક છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતો હતો
બોટાદના હાર્દિક અવૈયાનો મૃતદેહ અડતાળા લવાયો છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.મૃતક હાર્દિક છેલ્લા 3 વર્ષથી લંડનમાં રહેતો હતો.કામરેજ તાલુકાના વિભૂતિ પટેલ સાથે તેમની સગાઈ થઈ હતી.
અમદાવાદમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં બોટાદ જિલ્લાના અડતાળા ગામના વતની હાર્દિકભાઈ અવૈયા ઉંમર 24 વર્ષે નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાર્દિકનો મૃતદેહ આજે સવારે તેમના વતન અડતાળા ગામે લાવવામાં આવ્યો હતો.પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.આ યુવાન પુત્રના અકાળે અવસાનથી અવૈયા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ અવૈયાનો મૃતદેહ અડતાળા લાવવામાં આવ્યો હતો. હાર્દિકનો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. દિકરાની લાશ જોતા જ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. હાર્દિકને લંડન અભ્યાસ માટે તેના પિતા દેવરાજભાઈ અવૈયાએ જમીન વેચીને મોકલ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અળતાલા ગામના હાર્દિકભાઈ અવૈયા છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ કરતાની સાથે તેઓ નોકરી પણ કરતાં હતા.તેમના પિતા દેવરાજભાઈ અવૈયાએ પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે જમીન વેચીને તેમને લંડન મોકલ્યા હતા.દેવરાજભાઈને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે.જેમાં હાર્દિક સૌથી નાના હતા.
હાર્દિકભાઈ તાજેતરમાં જ વતનમાં આવ્યા હતા.કારણ કે તેમનું કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે સગાઈ નક્કી થઈ હતી.દીકરાના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ હતો.પરંતુ વિમાન દુર્ઘટનાએ આ ખુશીને માતમમાં ફેરવી દીધી.
આજે સવારે હાર્દિકભાઈની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળતા જ આખું અડતાળા ગામ હિબકે ચડ્યું હતું. ગામમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા-સંબંધીઓ હાર્દિકભાઈને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા.આ દુઃખદ પ્રસંગે ગઢડા મામલતદાર,પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી અને પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરી હતી.
હાર્દિકના સગા હસમુખભાઈ ગાબાણીએ જણાવ્યું કે,હાર્દિક એક મહેનતુ અને આશાસ્પદ યુવાન હતો.જે લંડનમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યો હતો.અને સાથે નોકરી પણ કરતો હતો.તેમના અકાળે નિધનથી અવૈયા પરિવારને ખાસ કરીને તેમના માતા-પિતા પર દુઃખનું આભ ફાટી પડ્યું છે.સમગ્ર અડતાળા ગામ આ દુઃખની ઘડીમાં અવૈયા પરિવારની પડખે ઊભું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.