અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ હિંમતનગરની પાયલ ખટીક માટે પહેલી અને છેલ્લી ઉડાન બની
પિતાએ રિક્ષા ચલાવી દીકરીને ભણાવી, ખાનગી કંપનીના ખર્ચે પ્રથમ વખત લંડન જઈ રહી હતી

દીકરીના મોતથી મૂળ રાજસ્થાનનો પરિવાર આઘાતમાં, પાયલ ખટીકની છે દર્દનાક કહાણી

દીકરીના મોતથી મૂળ રાજસ્થાનનો પરિવાર આઘાતમાં, પાયલ ખટીકની છે દર્દનાક કહાણી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 માંથી એકમાત્ર મુસાફર બચી શક્યો છે. તેવા સમયે વિમાનમાં સવાર દરેક વ્યક્તિની અલગ અલગ કહાણીઓ સામે આવી રહી છે. વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની પાયલ ખટીક નામની યુવતીનું પણ મોત થયું છે. પાયલના પિતાએ લોડિંગ રિક્ષા ચલાવીને શિક્ષણ આપ્યું હતું. ખાનગી કંપનીના ખર્ચે પ્રથમ વખત લંડન જઈ રહી હતી ત્યારે જીવ ગુમાવતા પરિવાર આઘાતમાં સરી ગયો છે.
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ હતી. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી અત્યાર સુધી એક મુસાફર બચી શક્યો છે. વિમાન દુર્ઘટનામાં પાયલ ખટીક નામની એક યુવતીનું મોત થયું છે.
મૂળ રાજસ્થાનની અને હિંમતનગરમાં વ્યવસાય કરતા ખટીક પરિવારની પુત્રી પાયલ ખાનગી કંપનીમાં કામ કરતી પાયલ ખાનગી કંપની વતી લંડન જઈ રહી હતી. પ્રથમ વખત ફ્લાઇટમાં બેઠી હતી. પાયલના પિતા સુરેશભાઈ ખટીક લોડિંગ રિક્ષા ચલાવે છે. લોડિંગ રિક્ષા ચલાવીને પાયલને ભણાવી હતી. સારો અભ્યાસ કરાવી ખાનગી કંપનીમાં સારી નોકરી અપાવી હતી.
પોતાની પુત્રીને સપનાઓ સાકાર કરવા માટે પિતાએ પાંખો આપી હતી. પરંતુ નસીબમાં તેના માટે કંઈક બીજું જ હતું. પાયલ જે ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જઈ રહી હતી તે ફ્લાઇટનો ભયંકર અકસ્માત થયો. પાયલના મૃત્યુના સમાચારથી પરિવાર આઘાતમાં સરી ગયો છે. સુરેશભાઈ હજુ પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમની પુત્રી સાથે આવું થશે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બપોરે 1.39 વાગ્યે ઉડાન ભર્યા પછી થોડીવારમાં જ વિમાન ક્રેશ થયું અને પહેલા મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજના કેન્ટીન બિલ્ડિંગ સાથે અથડાયું, ત્યારબાદ તે અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું હતું. ઘટના સ્થળે ભયંકર આગ લાગતાં ધુમાડો અને કાટમાળ ફેલાયો હતો. તેના કારણે વિમાનમાં સવાર એક મુસાફર સિવાય તમામ લોકોના મોત થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં મચ્છરોનો આતંક! સોલા સિવિલના આંકડા જાણીને ચોંકી જશો! એક જ અઠવાડિયામાં 14,372 દર્દીઓની નોંધણી!

ગાંધીનગરથી આહવા જઈ રહેલી કાર રસ્તાની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી! નાયબ મામલતદાર સહિત 2નાં ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં ‘પરંપરા’ નવરાત્રિને લઈને મોટો નિર્ણય… હવે ડોમના બદલે ખુલ્લા મેદાનમાં રમાશે ગરબા!