Ahmedabad Plane Crash : Benefit News ના સવાલોનો સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ પાસે કોઈ જવાબ નહીં!
ભાવનગરના મેડિકલ વિદ્યાર્થી અને ગર્ભવતી ડોક્ટરના મૃતદેહની સોંપણી થઈ ગઈ હોવા છતાં યાદીમાં તેમનો ઉલ્લેખ કેમ નથી?

અમદાવાદ પ્લેન ક્રેશમાં તંત્રની ઘોર બેદરકારી!

અમદાવાદ પ્લેન ક્રેશમાં તંત્રની ઘોર બેદરકારી!
અમદાવાદ (Ahmedabad)માં થયેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે વ્યક્તિઓના મૃતદેહની સોંપણી થઈ ગઈ હોવા છતાં, સત્તાવાર યાદીમાંથી તેમના નામ ગાયબ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. Benefit News ના સંવાદદાતા યુવરાજસિંહ માન દ્વારા આ મામલે ડો. રાકેશ જોષીને સીધો સવાલ પૂછવામાં આવતા, તેમણે પોતાની ભૂલ સ્વીકારી છે, જે તંત્રની ઘોર બેદરકારી અને સંવેદનહીનતા દર્શાવે છે.
યાદીમાંથી ભાવનગરના મૃતકોના નામ ગુમ...
Benefit News ના સંવાદદાતા યુવરાજસિંહ માને ડો. રાકેશ જોષીને પ્રશ્ન કર્યો કે, "ભાવનગરના બે લોકો, જેમાં એક મેડિકલનો વિદ્યાર્થી અને એક ગર્ભવતી ડોક્ટરનો સમાવેશ થાય છે, તેમના મૃતદેહની સોંપણી કરી દેવામાં આવી છે, તેમ છતાં તેમની વિગતો ડો. રજનીશ પટેલ દ્વારા આપવામાં આવેલી યાદીમાં શા માટે નથી? અને ભાવનગરની કોઈ વિગત શા માટે આપવામાં આવી નથી?"
આ સવાલના જવાબમાં ડો. રાકેશ જોષીએ ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું કે, "અમને માફ કરશો, જો અમે ભાવનગરની વિગતોનો ઉલ્લેખ યાદીમાં કરવાનું ભૂલી ગયા હશું." તેમણે ઉમેર્યું કે, "અમે ફરી ચકાસણી કરી અને બધી વિગતની જાણ તમને કરીશું."
આ પણ વાંચો : Ahmedabad : વિમાનના અવાજથી થરથરે છે મેઘાણીનગર, ક્રેશ પોઈન્ટ નજીક વિસ્તારોમાં હજુ પણ ભયનો માહોલ!
જીવન ગુમાવનારાના નામ ભૂલી જવાય, આ કેવી સંવેદનહીનતા?
આ જવાબ દર્શાવે છે કે, તંત્ર મૃત્યુ પામેલા લોકોના નામ અને વિગતોની યાદી બનાવવામાં પણ કેટલી બેદરકારી દાખવી રહ્યું છે. એક તરફ સ્વજનોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, અને બીજી તરફ તેમનું નામ સત્તાવાર યાદીમાં પણ ન હોય તે કેટલી મોટી સંવેદનહીનતા કહેવાય. શું આટલી મોટી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામની સચોટ યાદી બનાવવી પણ તંત્ર માટે મુશ્કેલ છે?
આ પણ વાંચો : Rain : 10 કલાકમાં 124 તાલુકા પાણી પાણી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર જળબંબાકાર, શું તંત્ર તૈયાર છે?
તપાસ અને જવાબદારીની માંગણી...
આ ઘટનાએ સમગ્ર તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલે સઘન તપાસ થવી જોઈએ કે, આ બેદરકારી કોના સ્તરે થઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ. આવા સમયે, પારદર્શિતા અને સચોટ માહિતી પૂરી પાડવી એ તંત્રની પ્રાથમિક ફરજ છે, પરંતુ અહીં તો પ્રાથમિક માહિતીમાં જ ભૂલો જોવા મળી રહી છે. ભાવનગરના મૃતકોના નામ યાદીમાંથી ગુમ થવાની ઘટના માત્ર એક નાની ભૂલ નથી, પરંતુ તે મૃતકોના પરિવારજનો પ્રત્યેની તંત્રની ઘોર બેદરકારી અને અપમાન છે. આશા છે કે તંત્ર ઝડપથી આ ભૂલ સુધારશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં ભરશે.
આ પણ વાંચો : Kutch : ઓપરેશન સિંદૂરનો જાદુ, 500 વિદ્યાર્થીઓએ દેશસેવાનો સંકલ્પ લીધો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.