પ્લેન ક્રેશની ઘટનામાં 5 મૃતદેહોની થઈ ઓળખ, 250થી વધુ પોસ્ટમોર્ટમ પૂર્ણ
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી 192 પરિવારોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે અને 5 મૃતદેહોની ઓળખ થઈ છે, જ્યારે 250થી વધુ પોસ્ટમૉર્ટમ પૂર્ણ થયા છે ...

પોસ્ટમોર્ટમ રૂમ

પોસ્ટમોર્ટમ રૂમ
એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમૉર્ટમ માટે લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 250થી વધુ પોસ્ટમૉર્ટમ થઈ ચુક્યા છે અને 192 પરિવારોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.
હાલમાં 5 મૃતદેહોની ઓળખ થઈ છે અને તે તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે. આમાં 2 મૃતક રાજસ્થાનના, 2 ભાવનગરના અને 1 મધ્યપ્રદેશના છે.
સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, આણંદ સહિત વિવિધ જિલ્લા અને હોસ્પિટલોના 70થી વધુ ડોક્ટરો સતત સેવા આપી રહ્યા છે. જેમ-જેમ મૃતદેહોની ઓળખ થઈ રહી છે, તેમ-તેમ આગળની કાર્યવાહી થઈ રહી છે.
DNA મેચિંગ માટે દર્દીના નજીકના સગાં - ખાસ કરીને માતા, પિતા અથવા સંતાનના સેમ્પલ લેવાઈ રહ્યા છે. આ પ્રક્રિયા B. J. મેડિકલ કોલેજના કસોટી ભવનમાં ચાલી રહી છે. DNA રિપોર્ટ મેળવવામાં આશરે 3 દિવસનો સમય લાગે છે.
સંપર્ક માટે જાહેર કરાયેલા ફોન નંબર
સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર
6357373831, 6357373841
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ
079-23251900, 9978405304
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે, સમગ્ર કામગીરી ઝડપી અને યોગ્ય રીતે કરવાની દરેક સંભવિત પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.