AHMEDABAD PLANE CRASH : પ્લેન ટેલમાંથી મળ્યો વધુ એક મૃતદેહ!
પોસ્ટમોર્ટમમાંથી મૃતદેહ એર હોસ્ટેસની હોવાની આશંકા છે.

પોસ્ટમોર્ટમમાંથી મૃતદેહ એર હોસ્ટેસની હોવાની આશંકા છે.

પોસ્ટમોર્ટમમાંથી મૃતદેહ એર હોસ્ટેસની હોવાની આશંકા છે.
પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો છે. પોસ્ટમોર્ટમની ટીમએ વધુ કર્યાવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમમાંથી મૃતદેહ એર હોસ્ટેસની હોવાની આશંકા છે. સિવિલ હોસ્પિટલમાં DNA મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે.પરંતુ હજી સુધી DNA રિપોર્ટ બાકી હોવાથી મૃતકોના પરિવારજનો મૃતદેહ મળવાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ જેમ જેમ રિપોર્ટ આવી રહ્યા છે. તેમ સ્વજનોને મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
પ્લેનનો કાટમાળ નીચેથી ઉતારતા સમયે પ્લેનના પાછળના ભાગમાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પ્લેનની ટેલમાં ફસાયેલો હતો. જેને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે.
સિવિલમાંથી અત્યાર સુધીમાં 250 લોકોના DNA માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. ડૉક્ટર એસો. દ્વારા સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિધ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે. જેઓ સવારે 11 વાગ્યે બ્લડ સેમ્પલ આપવા સિવિલ પહોંચશે.
શુક્રવારે દિવસભર સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પર જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે રાત પડતા જ એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે પણ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી.ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું.જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ,પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા.169 ભારતીય, 53 બ્રિટિશ,7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા.ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે.જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.
હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય :
મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ડેડબોડી વાન,એમ્બ્યુલન્સ અને ICU ઓન વ્હીલ મંગાવવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.અને તેમના ડ્રાઈવરોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ડ્રાઈવરોએ પોતાની ગાડીઓનું રિપેરિંગ પણ કરાવી લીધું છે.ગઈકાલે 8 મૃતદેહોની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.