સામખીયાળીથી માળીયા સુધીનો અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ
કંડલા અને મુંદ્રા બંદરની કામગીરીને અસર થવાની શક્યતા

Ahmedabad-Kutch National Highway from Samkhiyali to Maliya closed for vehicular traffic

Ahmedabad-Kutch National Highway from Samkhiyali to Maliya closed for vehicular traffic
મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે મચ્છુ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમમાંથી 2.67 લાખ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યુ છે. મચ્છુ નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવેને અસર થઈ છે. તેથી સામખીયાળીથી માળીયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
મોરબી કલેક્ટર કે.બી.ઝવેરીના જણાવ્યા મુજબ વાંકાનેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મચ્છુ-2 ડેમમાંથી સવારે 1.18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉત્તરોત્તર વધારો કરી 2.67 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે મચ્છુ નદીમાં પાણી આવી રહ્યું છે અને માળિયા સુધી પહોંચી રહ્યું છે.
આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે મદદ મોકલવામાં મોડું ન થાય અને પરિસ્થિતિને તાત્કાલિક પહોંચી વળાય તે માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહીને લોકોની સુરક્ષા માટે સામખયાળીથી માળીયા સુધી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે. આ વાહન વ્યવહારને સામખીયાળીથી રાધનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેથી લોકોને સહકાર આપવા કલેક્ટરે અપીલ કરી છે.
સામખીયાળીથી માળીયા સુધી નેશનલ હાઈવે બંધ કરીને તમામ વાહન વ્યવહાર રાધનપુર-પાલનપુર તરફ ડાયવર્ટટ કરાયો છે. વાહનચાલકોએ કચ્છમાં જવા માટે વાયા પાલનપુર-રાધનપુર-સામખીયાળી હાઈવેનો ઉપયોગ કરવા તંત્રએ અપીલ કરી છે.
અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર વાહન વ્યવહાર બંધ થવાના કારણે દેશના સૌથી મોટા કંડલા અને મુંદ્રા બંદરોની કામગીરીને અસર થવાની શક્યતા છે. બંને બંદરો ઉપરથી આયાત નિકાસની કામગીરી થતી હોવાથી થોડા સમય માટે વાહન વ્યવહારની અસર થવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?