કર્ણાવતી ક્લબ: નવરંગી નવરાત્રીનું પ્રિ-સેલિબ્રેશન
નવરંગી નવરાત્રી 2025ના ભવ્ય આયોજન પૂર્વે, કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન
નવરંગી નવરાત્રી 2025
નવરંગી નવરાત્રી 2025
અમદાવાદના કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે આગામી 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 દરમિયાન 'નવરંગી નવરાત્રી 2025'નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ વાર્ષિક ઉત્સવ નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના અનોખા સમન્વય માટે જાણીતો છે, અને આ વર્ષે પણ તે પરંપરા અને વૈભવનો સંગમ રજૂ કરશે.
ગરબા રસિકોમાં ઉત્સાહ
આ ભવ્ય ગરબા ઉત્સવના પ્રચાર અને ગરબા રસિકોમાં ઉત્સાહ જગાવવા માટે, 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના કર્ણાવતી ક્લબમાં એક વિશેષ પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગરબા પ્રેમીઓએ ગરબાની મજા માણી અને આવનારા 9 દિવસના ઉત્સવની એક ઝલક મેળવી.
સાંસ્કૃતિક વાતાવરણ સાથે આધુનિક સુવિધા
સફાયર ઈવેન્ટ & એન્ટરટેઈનમેન્ટ, ગુજરાતી ઈવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા (GEA) અને GEM ઈવેન્ટના રાગરંગ ઈવેન્ટ્સ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવ, આત્મીય સંગીત અને સાંસ્કૃતિક વાતાવરણ સાથે આધુનિક સુવિધાઓનું સંયોજન કરીને એક અનોખો અનુભવ પ્રદાન કરશે.
"લેગસી બિહાઈન્ડ ધ લાઈટ્સ" થીમ
"લેગસી બિહાઈન્ડ ધ લાઈટ્સ" ના થીમ પર આધારિત આ ઉત્સવ વૈશ્વિક ઉજવણીને ગુજરાતી મૂળ સાથે જોડીને એક અદ્ભુત વાતાવરણ ઊભું કરશે. આ નવરાત્રીમાં ગરબાની રાતોને વધુ યાદગાર બનાવવા માટે જાણીતા કલાકારો જેવા કે, વ્યાસ બ્રધર્સ, નિશાંત ઉપાધ્યાય, પ્રહેર વોરા, ડિમ્પલ પંચોલી, અક્ષત પરીખ, પ્રિયંકા બારોટ, જોજો દવે, કૌશલ પિઠડીયા અને આર્ચિત પાટડીયા પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. તેમનું સંગીત ભક્તિ, તાલ અને ઉત્સાહનો સંગમ કરીને દરેક રાતને રંગીન બનાવશે.
ગત વર્ષે 65,000થી વધુ લોકોએ આપી હાજરી
પાછલા વર્ષોમાં આ નવરાત્રી ઉત્સવમાં 65,000થી વધુ લોકોએ હાજરી આપી હતી, જેમાં 12 થીમ આધારિત સજાવટ, 12 થી વધુ ગાયકોના મનમોહક પરફોર્મન્સ અને ભવ્ય મહા આરતી જેવા આકર્ષણોએ દર્શકોને એક અવિસ્મરણીય અનુભવ આપ્યો હતો. આ વર્ષની નવરંગી નવરાત્રી 2025માં પણ ઘણા નવા રંગો અને કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે, જે ગરબા રસિકોને આકર્ષશે.
મહેમાનો માટે આરામદાયક અને યાદગાર અનુભવન
કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે વિશાળ જગ્યા, પૂરતી પાર્કિંગ સુવિધા, લક્ઝુરિયસ એમ્બિયન્સ, વિવિધ વાનગીઓ સાથેની ફૂડ કોર્ટ અને ટોપ-ટિયર સાઉન્ડ સિસ્ટમ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સલામત અને સુવ્યવસ્થિત પરિસર દરેક મહેમાનને આરામદાયક અને યાદગાર અનુભવ પ્રદાન કરશે.
નૃત્ય અને સંસ્કૃતિનો ઉત્સવ
નવરંગી નવરાત્રી 2025 એ સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનો એવો ઉત્સવ છે, જે સમગ્ર ગુજરાતના ગરબા પ્રેમીઓ માટે યાદગાર પળોનું સર્જન કરશે. નવરંગી નવરાત્રી 2025 આપ સૌને એક એવી ઉજવણી માટે આમંત્રિત કરે છે, જ્યાં પરંપરા, લય અને ભવ્યતા એક સાથે મળીને રંગેચંગે ઝગમગી ઉઠશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.