AHMEDABAD : ઈમરજન્સી કંટ્રોલ રૂમના ફોન નંબર જાહેર કર્યા
વિમાન દુર્ઘટના સમયે પાયલોટએ ઇમરજન્સી મેસેજ આપ્યો હતો

વિમાન દુર્ઘટના સમયે પાયલોટએ ઇમરજન્સી મેસેજ આપ્યો હતો

વિમાન દુર્ઘટના સમયે પાયલોટએ ઇમરજન્સી મેસેજ આપ્યો હતો
અમદાવાદ શહેરના મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઈન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ ઘટનાને લઈને તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટના સમયે પાયલોટએ ઇમરજન્સી મેસેજ આપ્યો હતો. વિમાનના પાયલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડીએ "મેડે" કોલ કર્યો હતો. આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે જ્યારે પાયલોટ ગંભીર મુશ્કેલીમાં હોય ત્યારે તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે મોકલે છે. પ્લેન જ્યાં પડ્યું હતું તે હોસ્ટેલની બિલ્ડીંગની આગ હજું પણ બેકાબૂ જોવા મળે છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભેમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.