દિવાળીની રાત્રે અમદાવાદ અને દિલ્હીની હવા થઈ 'ઝેરી'
ફટાકડાના કારણે AQI 371 સુધી પહોંચ્યો હતો, જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે સ્થિતિ

અમદાવાદ હવા થઈ 'ઝેરી'

અમદાવાદ હવા થઈ 'ઝેરી'
દિવાળીના તહેવારની રાત્રે, 20 ઓક્ટોબરના રોજ, અમદાવાદમાં ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો હતો. રાત્રે 10:45 વાગ્યે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 371 સુધી પહોંચી ગયો હતો, જેનો અર્થ છે કે, હવા અત્યંત ઝેરી અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક બની ગઈ હતી. રાજ્ય સરકાર દ્વારા રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં, મોડી રાત સુધી આતિશબાજી કરવામાં આવી હતી. આ અતિશય ફટાકડાના કારણે હવામાં પ્રદૂષણ એટલું ફેલાયું કે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, જે ખાસ કરીને નાના બાળકો અને ઉંમરલાયક લોકો માટે જોખમી સ્થિતિ હતી.
ઘણા લોકો માસ્ક પહેરીને ફટાકડા ફોડતાં
અમદાવાદના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં AQI 200થી ઉપર નોંધાયો હતો, જે આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે. ફટાકડાના ધુમાડાથી શહેરનું વાતાવરણ એટલું ભરાઈ ગયું હતું કે, ઘરની અંદર પણ ધુમાડાની અસર અનુભવાતી હતી અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. લોકોએ ગળામાં ખરાશ અને આંખોમાં બળતરા થવાની ફરિયાદો કરી હતી, અને ઘણા લોકો તો માસ્ક પહેરીને ફટાકડા ફોડતાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીની સવાર: ફટાકડા પછી હવામાં ઝેર, AQI ખરાબ
લોકોએ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરી
દિવાળી દરમિયાન દિલ્હીની જેમ હવે અમદાવાદમાં પણ પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચે છે, જેના કારણે અસ્થમા અને ફેફસાં સંબંધી તકલીફોમાં વધારો થતો હોય છે. આ રીતે, દિવાળીની રાત્રે અમદાવાદની હવા પ્રદૂષિત હવા બની ગઈ હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં 20 ઓક્ટોબરે લોકોએ ખૂબ જ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરી હતી. સુપ્રીમ કોર્ટની પર્યાવરણને અનુકૂળ લીલા ફટાકડાના ઉપયોગની મંજૂરી બાદ દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
24 કલાકનો સરેરાશ AQI 345 નોંધાયો
જોકે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જનતાને ફક્ત ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરીને શહેરને પ્રદૂષણથી બચાવવા અપીલ કરી હતી અને લોકોને પરંપરાગત રીતે દીવા પ્રગટાવી, રંગોળી બનાવીને તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો. દિલ્હીમાં પણ હવાની ગુણવત્તા બગડી હતી અને શહેરનો 24 કલાકનો સરેરાશ AQI 345 નોંધાયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે અને તે 'ગંભીર' શ્રેણીમાં પહોંચવાની ધારણા હતી. આ પ્રદૂષિત હવા દિલ્હીમાં પણ લોકો માટે મુશ્કેલી સર્જી રહી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!