અમદાવાદીઓની દિવાળી સુધરી, AMTSએ કરી મોટી જાહેરાત
દિવાળીના તહેવાર નિમિત્તે ધનતેરસથી લઈને દિવાળી સુધી, શહેરીજનો AMTS બસમાં 3 દિવસ મફત મુસાફરી

AMTSની મોટી જાહેરાત

AMTSની મોટી જાહેરાત
દિવાળીનો પવિત્ર તહેવાર નજીક છે ત્યારે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તરફ, વતન તરફ જઈ રહેલા મુસાફરોની રેલવેસ્ટેશન અને બસ સ્ટેશન પર અવર-જવર પણ વધી છે, જેના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુસાફરો માટે વધારાની બસોનું સંચાલન કરવાની પણ જાહેરાત કરી છે. આ ઉત્સવમાં, AMTS દ્વારા શહેરીજનો માટે એક મહત્ત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: AMTS, BRTS અને ST સર્વિસની કમિટીમાં વિવાદ
3 દિવસ બસમાં મફત મુસાફરી
AMTSએ જાહેરાત કરી છે કે, અમદાવાદની AMTS બસમાં શહેરીજનો દિવાળીના તહેવારના ત્રણ દિવસ માટે વિનામૂલ્યે મુસાફરીનો લાભ લઈ શકશે. ધનતેરસથી લઈને દિવાળીના દિવસ સુધી, એટલે કે 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી તમામ લોકોને AMTS બસમાં મફત મુસાફરી કરવાનો લાભ મળશે. આ નિર્ણય ખાસ કરીને ખરીદી કરવા આવતા લોકો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.
સ્વદેશી અપનાવવાના અભિયાનને વેગ
AMTSના ચેરમેન ધરમશી દેસાઈએ મીડિયાને આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, દિવાળી દરમિયાન અમદાવાદમાં આસપાસના ગામો અને નાના શહેરોમાંથી અનેક લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં શરૂ કરાયેલા આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના અભિયાનને વેગ મળે તે માટે તેમજ 'હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી' જેવા સ્લોગન હેઠળ સ્વદેશી ખરીદીને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ માટે ખુશખબરી, 65 વર્ષથી ઉપરના વડીલો અને દિવ્યાંગોને AMTS-BRTSમાં મળશે મફત મુસાફરી
તહેવારોની ખરીદી વધુ સરળ બનશે
અમદાવાદના રહેવાસીઓ અને આસપાસના નાના શહેરોના લોકો દિવાળીની ખરીદી કરવા સરળતાથી આવી શકે તે માટે AMTS મફત મુસાફરીની સુવિધા પ્રદાન કરશે. આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળશે અને તેઓ સરળતાથી ખરીદી કરી શકશે. આ હેતુ માટે AMTS કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. આ દરખાસ્ત હવે આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને કારણે 3 દિવસ સુધી શહેરીજનો AMTS મફત મુસાફરી કરી શકશે, જેનાથી દિવાળીના તહેવારની ખરીદી વધુ સરળ અને આનંદદાયક બની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!