અમદાવાદની હવા બની ઝેરી, થલતેજ સૌથી વધારે પ્રદૂષણ
વાયુ પ્રદૂષણનો આંક 150ને પાર પહોંચ્યો, જેના કારણે ફેફસાં અને હૃદયની બીમારીઓનો ખતરો

શહેરની હવા બની ઝેરી

શહેરની હવા બની ઝેરી
દિલ્હી બાદ હવે અમદાવાદની હવા પણ ઝેરી બની રહી છે. અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જ્યાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 150ને વટાવી ગયો છે. તાજેતરના આંકડા મુજબ, અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સૌથી વધુ સ્તર થલતેજ વિસ્તારમાં 196 AQI નોંધાયું છે. આ ઉપરાંત નારોલ ગામમાં 195, ઇસનપુરમાં 193, શાહીબાગમાં 191 અને કઠવાડા તેમજ ચાંદખેડામાં 190 AQI નોંધાયો છે. એરપોર્ટ રોડ, ગ્યાસપુર અને બોપલ જેવા વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં AQI 189ની આસપાસ છે. ઉસ્માનપુરા, બોડકદેવ અને ઘુમામાં પણ પ્રદૂષણનું સ્તર 185થી 188ની વચ્ચે રહેતા નાગરિકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઉભું થયું છે.
શિયાળામાં વધતો જતો COPDનો ખતરો
શિયાળાની ઋતુમાં જ્યારે પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરવી ભારે પડી શકે છે. નિષ્ણાતોના મતે, અમદાવાદમાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝના કેસોમાં 30 ટકા જેટલો મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને કોરોનાકાળ પછી ફેફસાં નબળા પડવાને કારણે 40થી 50 વર્ષની વયના લોકોમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને છાતી જકડાઈ જવા જેવા લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, અમદાવાદમાં વાયુ પ્રદૂષણ એટલું વધી ગયું છે કે ધૂમ્રપાન ન કરનારા યુવાનો પણ હવે આ ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. WHO મુજબ, વિશ્વમાં મૃત્યુ માટે COPD હવે ત્રીજા ક્રમનું સૌથી મોટું કારણ બની ગયું છે.
PFT ટેસ્ટ અને સાવચેતીનું મહત્વ
પલ્મોનોલોજિસ્ટ્સ સલાહ આપે છે કે, જે રીતે આપણે ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલની તપાસ કરાવીએ છીએ, તે જ રીતે ફેફસાં માટે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે. આ ટેસ્ટ દ્વારા ફેફસાંની ક્ષમતા અને બીમારીનું વહેલું નિદાન શક્ય છે. શિયાળાની ઠંડી હવા પ્રદૂષકો અને ધુમાડાના રજકણોને જમીનની નજીક રાખે છે, જે શ્વાસ દ્વારા નળીઓમાં બળતરા પેદા કરે છે. આનાથી બચવા માટે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું અને પ્રદૂષણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. અમદાવાદમાં વાયુ પ્રદૂષણ સામે લડવા માટે જાગૃતિ અને સમયસરનું ટેસ્ટિંગ જ ફેફસાં અને હૃદયની ગંભીર સમસ્યાઓને અટકાવી શકે છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.