અમદાવાદ: પતિ-પત્ની વચ્ચે ખેલાયો ખૂની ખેલ
પતિના માથા પર ઘોડિયાનો પાયો મારતા પતિનું મોત નીપજે છે.
પત્નીએ પતિની હત્યા કર્યા બાદ પોતે કરી આત્મહત્યા
પત્નીએ પતિની હત્યા કર્યા બાદ પોતે કરી આત્મહત્યા
જ્યાં જોઈએ ત્યાં મારામારી, ચોરી, લૂટફાટ, હત્યા, આત્મહત્યાની ઘટના બનતી હોય છે. ક્યાંકને ક્યાંક કોઈને કોઈ બનાવ તો થતાં જ હોય છે. ત્યારે અમદાવાદથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં પત્નીએ પોલીસ પતિના માથા પર ઘોડિયાનો પાયો મારતા ઘટના સ્થળે જ પતિનું મોત નીપજે છે. ત્યાર બાદ પત્ની પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
શું છે સમગ્ર ઘટના :
વધુ માહિતી અનુસાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારના પોલીસ લાઈનમાં રહેતા મુકેશભાઈ પરમાર મૂળ રાજકોટના રહેવાસી છે. મુકેશભાઈ પરમાર A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મુકેશ ભાઈ અને તેમના પત્ની સંગીત સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ઝગડામાં સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ ગુસ્સામાં આવીને પતિના માથામાં ઘોડિયાનો પાયો માર્યો હતો. પતિની માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં મુકેશભાઈનું ઘટના સ્થળે જ મોત થાય છે. જ્યારે પતિ અને પત્ની વચ્ચે ઝગડો ચાલત હતો ત્યારે તેમનો નવ વર્ષનો દીકરો ત્યાં હાજર હતી. સમગ્ર ઘટના જોયા બાદ દીકરો હિબકી ગયો હતો. ઘટના બન્યા બાદ દીકરાએ ઘરનો દરવાજો ખોલીને સમગ્ર ઘટના વિશે પાડોશીને જાણ કરી હતી.
મૃતક પોલીસકર્મી મુકેશભાઈએ મૂળ રાજકોટના જસદણના વતની છે. પતિના અન્ય મહિલા પોલીસકર્મી સાથે અફેરની જાણ પત્નીને થતાં ત્યારે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે. તે હજી સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.