ખ્યાતિ બાદ નરોડાની શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી
દર્દીના સંબંધીએ કહ્યું- પગના ઓપરેશનમાં બેદરકારીથી મોત થયું

ખ્યાતિ બાદ નરોડાની શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી

ખ્યાતિ બાદ નરોડાની શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી
અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું.
જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધના લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો. જે બાદ દર્દીનું મોત થયું હતું. જોકે, પરિવારના આક્ષેપ બાદ શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડોક્ટરે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે સ્વીકારતા નથી. દર્દી કોમ્પ્લિકેટેડ હતું અને ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી.
મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગરીબ અને ગામડામાંથી આવનાર દર્દીનું ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે. પરિવાર દ્વારા ન્યાય મળે અથવા સહાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
જો ન્યાય નહીં મળે તો 29 ડિસેમ્બરના રોજ હોસ્પિટલ બહાર પ્રતિક ધરણા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આમ તેઓ આરોગ્ય કમિશનર અને આરોગ્ય મંત્રી સુધી પણ રજૂઆત કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી