ગુજરાતમાં 20 વર્ષ જૂના મહેકમ પ્રમાણે ફાયર વિભાગમાં 45 ટકા જગ્યાઓ ખાલી
ગુજરાતમાં 32,793 ફાયર પ્રોફેશનલ્સની અછત હોવાનો ગૃહ મંત્રાલયનો લોકસભામાં જવાબ

According to the 20-year-old institution in Gujarat, 45 percent of the posts are vacant in the fire...

According to the 20-year-old institution in Gujarat, 45 percent of the posts are vacant in the fire...
ગુજરાતમાં 20 વર્ષ જૂના મહેકમ પ્રમાણે ફાયર વિભાગમાં 45 ટકા જગ્યાઓ ખાલી હોવાનો ઘટસ્ફોટ અમદાવાદના નિવૃત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કર્યો છે. જ્યારે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ગૃહ મંત્રાલયને પૂછેલા એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે ગુજરાતમાં 32,793 ફાયર પ્રોફેશનલ્સની અછત હોવાનો લોકસભામાં જવાબ આપ્યો છે. જેના કારણે ગુજરાતના ફાયર વિભાગમાં કર્મચારીઓની અછત હોવાનું પુરવાર થયુ છે.
ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ પ્લાનિંગ કમિશન કેમ નહીં? – પૂર્વ ચીફ ફાયર ઓફિસર :
અમદાવાદના પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યુ કે, ગુજરાતમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની અછતનો મુદ્દો ઘણો ગંભીર છે. આ સંવેદનશીલ મુદ્દા પ્રત્યે સરકાર સંવેદનશીલ નથી. ગુજરાતમાં ફાયર વિભાગમાં અંદાજે 20 વર્ષ જૂનું મહેકમ છે. 20 વર્ષ જૂના મહેકમમાં પણ 45 ટકા કર્મચારીઓની જગ્યા ખાલી છે.
દર 50 હજારની વસતી મુજબ 1 ફાયર ફાઈટીંગ વ્હીકલ અને 1 વ્હીકલ ઉપર 6 કર્મચારીઓ હોવા જોઈએ. દર 1 લાખ વસતીએ વ્હીકલ અને કર્મચારી સાથેનું 1 યુનિટ હોવું જોઈએ. અમદાવાદની 70 લાખ વસતી પ્રમાણે 70 યુનિટ અને 76 ફાયર ફાઈટીંગ વ્હીકલ હોવા જોઈએ.
જ્યારે રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તાર પ્રમાણે 1500 થી 1800 ફાયર કર્મચારીઓ હોવા જોઈએ. તેની સામે હાલમાં માત્ર 700 થી 750 કર્મચારીઓ છે એટલે કે 50 ટકા કર્મચારીઓની જગ્યા ખાલી છે.
અમદાવાદમાં 55 સામે માત્ર 18 ફાયર સ્ટેશન ઉપલબ્ધ :
રાજેશ ભટ્ટે ઉમેર્યુ કે દર 10 ચોરસ કિલોમીટરે 1 ફાયર સ્ટેશન હોવુ જોઈએ. અમદાવાદ શહેર 550 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે. તેથી અમદાવાદમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તાર મુજબ 55 ફાયર સ્ટેશન હોવા જોઈએ. પરંતુ હાલમાં 18 ફાયર સ્ટેશન ઉપલબ્ધ છે.
ગુજરાતમાં એકપણ ફાયર ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ નહીં :
ગુજરાતમાં હાલ ફાયર વિભાગમાં કર્મચારીઓની ભારે અછત છે. ફાયર કર્મચારીઓની ડિમાન્ડ સામે કોઈ સપ્લાય નથી. એટલે કે ગુજરાતમાં ફાયર ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ નથી. ફાયર એન્જિનિયરીંગ ઈન્સ્ટીટ્યુટ, ડીગ્રી કે ડિપ્લોમાનો અભ્યાસ કરાવનાર ફેકલ્ટીનો અભાવ છે. રાજ્યમાં પ્રાઈવેટ સેન્ટરો ચાલી રહ્યા છે. પરંતુ તેનું યોગ્ય મોનિટરિંગ થતુ નથી. સૈનિક શાળાની જેમ ફાયર સર્વિસ કોલેજની જરૂરીયાત છે.
દેશમાં એકમાત્ર નેશનલ ફાયર સર્વિસ કોલેજ :
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સમગ્ર દેશમાં એકમાત્ર નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ છે. સાઉથ ઈસ્ટ એશિયામાં એકમાત્ર કોલેજ હોવાથી ફાયર વિભાગની જરૂરીયાત જેટલા કર્મચારીઓ મળી શકતા નથી. તેથી ગુજરાતની સાથે દેશભરમાં ફાયર સર્વિસ કોલેજની જરૂરીયાત છે.
ગુજરાતમાં ફાયર સર્વિસની 32,793 જગ્યાઓ ખાલી હોવાનો ગૃહ મંત્રાલયનો ખુલાસો :
લોકસભામાં ગૃહ મંત્રાલયે રજૂ કરે આંકડા અનુસાર ગુજરાતમાં 183 ફાયર સ્ટેશનોમાં મંજૂર મહેકમ 34,240 છે. જેની સામે માત્ર 1,447 અગ્નિશામકોની જગ્યા ભરાયેલી છે. એટલે કે મંજૂર મહેકમમાં પણ 32,793 અગ્નિશામકોની અછત છે.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પૂછેલા પ્રશ્ન બાબતે ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે 31 ડિસેમ્બર, 2018 સુધીમાં ગુજરાતમાં 183 ફાયર સ્ટેશન ઉપર 1,447 ફાયર સર્વિસ કર્મચારીઓ હતા.
આ આંકડો 2012 RMSI રિપોર્ટથી ભલામણ કરાયેલા 34,240 કર્મચારીઓ કરતાં ઘણો ઓછો છે. 1 ડિસેમ્બર, 2023 ના રોજ બહાર પાડેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ વર્ષ 2022માં ગુજરાતમાં આગ અકસ્માતથી 328 મૃત્યુ નોંધાયા હતા.
NCRBના અહેવાલ મુજબ 2018 થી 2022 સુધીમાં ગુજરાતમાં આગની ઘટનાઓના કારણે 3,176 મૃત્યુ થયા હતા. જ્યારે આગ સંબંધિત 3,100 ઘટનાઓ બની હતી. 2021 અને 2022માં 729 આગ અકસ્માતમાં 737 લોકોના મોત થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત