સિંધુભવન રોડ પર ઓડી અને બાઇક વચ્ચે અકસ્માત
કાર સાથે પાછળથી ભટકાતા બાઇક સવાર 2 યુવકો ઈજાગ્રસ્ત, બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા

સિંધુભવન રોડ પર ઓડી અને બાઇક વચ્ચે અકસ્માત

સિંધુભવન રોડ પર ઓડી અને બાઇક વચ્ચે અકસ્માત
અમદાવાદના સિંધુભવન રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગતરાત્રિ (20 ડિસેમ્બર)ના મેંગો રેસ્ટોરન્ટ પાસે રસ્તો ક્રોસ કરતી એક ઓડી કાર પાછળ બે બાઈક સવાર યુવકો ઘૂસી જતાં બન્ને ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. આ ઘટનામાં પોલીસે કારચાલકને ફરિયાદી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે, સિંધુભવન રોડ પર મેંગો રેસ્ટોરન્ટ પાસે રાજસ્થાન પાસિંગની RJ12 BS2427 બાઈક લઈને બે શખ્સો સ્પિડમાં આવી રહ્યાં હતા. જેમાં રસ્તો ક્રોસ કરતી GJ01 WP7233 નંબરની ઓડી કાર પાછળ આ બાઈક ઘૂસી ઘઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર બન્ને યુવકને માથામાં ભાગે ઈજા થતાં તેઓ ત્યાં જ લોહીલુહાણ થઈને બેભાન થઈ ગયા હતા.
અકસ્માતને પગલે સ્થળે લોકો ભેગા થઈ ગયાં હતા. આ ગંભીર અકસ્માતમાં યુવકોની બાઈકનો બુકડો બોલી ગયો છે. જ્યારે કારમાં પણ મોટુ નુકસાન પહોંચ્યું છે. હાલ આ સંદર્ભ પોલીસે કારચાલકને ફરિયાદી બનાવી તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી