અમદાવાદ શહેરના 9 ફાયર કર્મચારીઓને ખોટી શૈક્ષણિક લાયકાત મુદ્દે ટર્મિનેટ કરાયા
વિજિલન્સ તપાસ બાદ મ્યુનિસિપલ કમિશનરની કાર્યવાહી

9 fire employees of Ahmedabad city were terminated on the issue of wrong educational qualification

9 fire employees of Ahmedabad city were terminated on the issue of wrong educational qualification
અમદાવાદ મહાનગરપાલિકામાં અજમાયશી ધોરણે ફરજ બજાવતા ફાયર વિભાગના 9 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એનએફએસસી નાગપુરની ખોટી શૈક્ષણિક લાયકાત બાબતે મળેલી ફરિયાદના અનુસંધાને હાથ ધરેલી વિજીલન્સ અને ખાતાકીય તપાસમાં તથ્ય જણાતા મ્યુનિસિપલ કમિશનરે 9 કર્મચારીઓને ટર્મિનેટ કરવાનો આદેશ કર્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગમાં અજમાયશી ધોરણે ફરજ બજાવતાં 9 કર્મચારીઓએ એનએફએસસી નાગપુરની ખોટી શૈક્ષણિક લાયકાત દર્શાવી હોવાની મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ મળી હતી.
તેથી મ્યુનિસિપલ કમિશનરે વિજીલન્સ અને ખાતાકીય તપાસ કરાવી હતી. આ તપાસમાં શૈક્ષણિક લાયકાત ખોટી હોવાનું સાબિત થતાં મ્યુનિસિપલ કમિશનરે શો કોઝ નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો હતો. તમામ કર્મચારીઓએ કરેલો ખુલાસો સંતોષકારક ન જણાતા મ્યુનિસિપલ કમિશનરે ફાયર અને ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા 9 કર્મચારીઓને ટર્મિનેટ કરવા હુકમ કર્યો હતો.
ક્યા કર્મચારીઓને ટર્મિનેટ કરાયા?
1 આસિફ એહમદ મોહમ્મદ હનીફ શેખ અજમાયશી સહાયક સબ ઓફિસર
2 સુધિરભાઈ દાદુભાઈ ગઢવી અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર
3 શુભમ અમીરદાન ખડીયા અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર
4 અભિજીત અજીતદાન ગઢવી અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર
5 મેહુલભાઈ ભરતભાઈ ગઢવી અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર
6 અનિરૂદ્ધસિંહ કનકસિંહ ગઢવી અજમાયશી સહાયક સ્ટેશન ઓફિસર
7 ઈનાયતહુસેન ઈબ્રાહિમભાઈ શેખ અજમાયશી ડિવિઝનલ ઓફિસર
8 ઓમ બિપિન જાડેજા અજમાયશી ડિવિઝનલ ઓફિસર
9 કૈઝાદ મહેરનોશ દસ્તુર અજમાયશી ડિવિઝનલ ઓફિસર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?