ગુજરાતમાં બે વર્ષમાં 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા
રાજ્યના 9 વિભાગોની 200થી વધુ યોજનાઓનું આધાર સાથે જોડાણ

ગુજરાતમાં બે વર્ષમાં 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા

ગુજરાતમાં બે વર્ષમાં 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા
વર્તમાન સમયમાં ઈન્ટરનેટ અને ટેકનોલોજીના કારણે તમામ પ્રકારની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગે નાણાકીય વર્ષ 2022 થી નવેમ્બર-2024 સુધીમાં અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધ્યા હોવાનો દાવો કર્યો છે. વર્ષ 2022-23માં 18 કરોડ, વર્ષ 2023-24માં 22 કરોડ તેમજ નવેમ્બર 2024 સુધીમાં 48 કરોડ મળી કુલ 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા છે. વિવિધ વિભાગો દ્વારા લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT માધ્યમથી સહાય ચૂકવવાના આશયથી વર્ષ 2022 થી 24 સુધીમાં રાજ્યના 9 વિભાગોની 200 થી વધુ યોજનાઓની નોંધણી કરવામાં આવી છે.ઓથેન્ટિકેશનના વેરિફિકેશનને વધુ સચોટ બનાવવાના હેતુથી ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન બનાવાઈ હતી. જેના પરિણામે બે વર્ષમાં ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશનથી 60 લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ છે.
નાગરિકો સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઓનલાઈન લઇ શકે તે માટે સિંગલ સાઈન ઓન એપ્લિકેશન બનાવામાં આવી છે. નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન-ઓન (SSO) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી ઓળખ બનાવે છે.
આધાર ઓથેન્ટિકેશન એ વ્યક્તિની ઓળખને માન્ય કરવાનું એક પ્રક્રિયાત્મક સાધન છે. જેમાં આધાર નંબર, વ્યક્તિના બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોનો ઉપયોગ કરી ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે. આ પ્રક્રિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા-UIDAI દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. જે નાગરિકોની વ્યક્તિગત માહિતીની ખરાઈ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી